Home ગુજરાત ગાંધીનગર ગુરુકુળ દ્વારા વિશ્વની સૌ પ્રથમ બોલતી શિક્ષાપત્રી ગ્રંથનું વિમોચન

ગાંધીનગર ગુરુકુળ દ્વારા વિશ્વની સૌ પ્રથમ બોલતી શિક્ષાપત્રી ગ્રંથનું વિમોચન

576
0

(જી.એન.એસ.-કાર્તિક જાની),તા.૨૯
બુધવારે ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકુળ સેક્ટર 23 ખાતે 194મી શિક્ષાપત્રી જયંતિના દિવસે 29 જાન્યુઆરી વસંત પંચમીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલા ગ્રંથ જે સર્વે મનુષ્ય માત્ર ને વૈદિક જીવનપદ્ધતિનો આદેશ આપતી શિક્ષાપત્રીની 194મી શિક્ષાપત્રી જયંતિના દિવસે શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામીના હસ્તે શ્રી સ્વામિનારાયણ સાહિત્ય પ્રકાશન મંદિર દ્વારા સૌ પ્રથમ બોલતી શિક્ષાપત્રીનું વિમોચન કરવામાં આવ્યું, શિક્ષાપત્રીનું વિમોચન શાસ્ત્રોક વિધિથી પૂજા અર્ચનાથી કરવામાં આવ્યું, આ શિક્ષાપત્રિમાં 212 અમૂલ્ય મંત્રો છે જે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ હતા જેનું ત્રણ ભાષામાં સંસ્કૃત.અંગ્રેજી.અને ગુજરાતીમાં વિમોચન કરવામાં આવ્યું આજના યુગમાં સંસ્કૃત બોલવામાં લોકોને મુશ્કેલી પડતી હોય ના સ્પષ્ટ ઉચ્ચાર થતા નથી તેથી ત્રણ ભાષામાં વિમોચન કરવામાં આવ્યું અને ગુજરાતી ભાષામાં વધારે લોકો આ શ્લોકો સાંભળી શકે અને જીવનમાં આ ષ્લોકોનું મહત્વ ઉતારી શકે તે હેતુથી ગુજરાતી ભાષાને મહત્વ આપી તે ભાષામાં પણ વિમોચન કરવામાં આવ્યું છે.
સ્વામી હરિ પ્રકાશે શિક્ષાપત્રી વિશે સમજાવતા કહ્યું કે આ શિક્ષાપત્રી લોકોના જીવનનું કલ્યાણ કરનારી છે,તેમને વધુ જણાવતા કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે પણ કહ્યુ હતું કે જો સમાજનો દરેક નાગરિક આ શિક્ષાપત્રીનું પાલન કરે તો દેશમાં કોર્ટ કે જેલની જરૂર રહે નહીં, આ પત્રિકા વિમોચનમાં ગુરુકુળના તમામા મહાન સંતો ઉપસ્થિત રહ્યા હતા આજના ડીઝીટલ યુગમાં આર્ટિફિશયલ ઇન્ટેલેજન્સી દ્વારા નવી ડીવાઈસોનું આવિષ્કાર થઈ છે ત્યારે કોલેજના રિસર્ચ ડિપાર્ટમેન્ટના આધ્યાત્મિક ગ્રંથો અને વૈદિક પદ્ધતિ સાચવવા આ પ્રકારની બોલતી પેનનો આવિષ્કાર કરેલ છે, આમ હવે સ્વામિનારાયણ સંપ્રદાયમા સૌ પ્રથમ બોલતી શિક્ષાપત્રીનું સંપાદન ગુરુકુળે કરેલ છે સમાજમાં વ્યક્તિમાત્રને આદર્શ જીવન જીવવા માટે માર્ગેદર્શક રૂપ બની રહે તે અર્થે હવે પછી સંપ્રદાયના અનેક ગ્રંથોને ડિજિટલાઇસ કરવામાં આવશે.

Previous articleહોલીવુડ અભિનેત્રી મેરી લૂઇસની હાજરીમાં ભરુચના ગૌરવવંતા “ભરુચ રત્નો”નું થયું વિશેષ સન્માન
Next articleભાજપમાં અસંતોષની અભિવ્યક્તિએ નેતાગીરી બદલવાની પૂર્વભૂમિકા