Home ગુજરાત ઇન્ફોસિટી પોલીસ: જુગાર પ્રકરણમાં પી.આઈ સહિત સ્ટાફ ને હાજર થવા આદેશ

ઇન્ફોસિટી પોલીસ: જુગાર પ્રકરણમાં પી.આઈ સહિત સ્ટાફ ને હાજર થવા આદેશ

430
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા),તા.૦૬

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવા પોલીસ વડા મયુર ચાવડા ધ્વારા અવારનવાર તાબાના પોલીસ મથકોને સૂચના આપવામાં આવતી હોય છે. ત્યારે ૩૧મી ડિસેમ્બર નિમિતે પણ પોલીસ વડાએ અગાઉથી તકેદારી રાખવા આદેશો આપવામાં આવ્યા હતા. બીજી તરફ કુડાસણ ખાતે સુકન સ્કાઇ તેમજ સુકન આઈ સામેની ખુલ્લી જગ્યામાં  ૨૭મી ડિસેમ્બરના રોજ વિજિલન્સની ટીમ ત્રાટકી જુગારની રેડ કરવામાં આવી હતી. વિજિલન્સની ટીમે રોકડ રકમ મળી કુલ 27,310 નો મુદામાલ જપ્ત કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમય બાદ વિજિલન્સની ટુકડી ત્રાટકી હોઈ સ્થાનિક  ઈન્ફોસિટી પોલીસ મથકની કામગીરીથી  જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગંભીર નોંધ લીધી હતી.જેના પગલે પોલીસ વડાએ આ સમગ્ર પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે અને કોના ઈશારે કુડાસણ ખાતે જુગારની પ્રવૃતિ શરૂ કરાઈ તે શોધી કાઢવા માટે કલોલ નાયબ પોલીસ અધિક્ષક વી. એન. સોલંકીને દૂધનું દૂધને પાણીનું પાણી કરવા માટે તપાસ સોપી દેવામાં આવી હતી.

કલોલ નાયબ પોલીસ અધિક્ષક વી. એન. સોલંકીએ પણ આ બાબતને ગંભીરતાથી લઇ તપાસનો દોર યથાવત રાખ્યો હતો. જેના પરિણામે નાયબ પોલીસ અધિક્ષક સોલંકીએ જુગાર ધામની એક પછી એક કડીઓ મેળવતા ઈન્ફોસિટી પોલીસ મથકના કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી દીધી છે. જેનાં ફળ સ્વરૂપમાં આજે નાયબ પોલીસ અધિક્ષક વી. એન. સોલંકીએ ઈન્ફોસિટી પીઆઈને જુગારની રેડ પડી તે દિવસની વિકલી ડાયરી તેમજ જુગાર અંગે કરેલી કામગીરીના પત્રક સાથે હાજર થવા આદેશ આપી દેવામાં આવ્યો છે. ઈન્ફોસીટી પીઆઈની સાથે સાથે કુડાસણ ખાતે કંસાર હોટલ પાસે આવેલ ચોકીના સબ ઇન્સ્પેકટર તથા હાજરી માસ્ટર, ક્રાઇમ રાઇટર હેડ તેમજ બનાવની તપાસ કરનાર અધિકારીને પણ 11 વાગે રીમાન્ડર નહીં કરવાની શરતે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ઈન્ફોસિટી પોલીસ મથકનો ડી સ્ટાફ પણ નાયબ પોલીસ અધિક્ષકના રડારમાં આવી ગયો છે કેમ કે પોલીસ મથકની હદમાં દારૂ, જુગાર જેવી કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ થાય નહીં તે જોવાનું કામ ડી સ્ટાફના માણસોએ જોવાનું હોય છે.

કુડાસણ ખાતે જુગારની બદીની શરૂઆત છેલ્લા કેટલાક સમયથી શરૂ થઈ જતાં ડી સ્ટાફ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.જેથી નાયબ પોલીસ અધિક્ષકએ ઈન્ફોસિટી પોલીસ મથકના સમગ્ર ડી સ્ટાફને બનાવના દિવસે કરેલી કામગીરી તથા પેટ્રોલબુકનું પત્રક ખાસ સાથે લઈને આવવા માટે કડક સૂચના પણ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કુડાસણ ખાતે છેલ્લા કેટલાક સમયથી જુગાર ધામ પ્રવૃતિ ચાલતી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પરંતુ આ જુગાર ધામની ગંધ વિજિલન્સની ટીમને આવી જતા તુરંત રેડ પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ડી સ્ટાફના માણસોની કામગીરી પણ પોલીસ વડાએ પણ ગંભીર નોંધ લીધી હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે  છેલ્લા દોઢ બે મહિનાથી જુગારની પ્રવૃતિ ફૂલીફાલી હતી  પણ સ્થાનિક પોલીસ એટ્લે કે ઈન્ફોસિટી પોલીસ કે ડી સ્ટાફને ગંધ સુધ્ધાં ના આવી તે શંકાસ્પદ લાગી રહ્યું છે.  ત્યારે જોવાનું રહ્યું કે નાયબ પોલીસ અધિક્ષક સોલંકી જુગાર ધામનું સત્ય બહાર લાવવામાં સફળ થાય છે કે નહીં???

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, રાજકોષીય ખાધ ઘટાડવા સરકાર વધારે વેરા નાખશે….?
Next articleવાઘાણીના પ્રિતીપાત્ર પક્ષપલ્ટુ ધવલસિંહના કાળા કારનામાનો મામલો પહોંચ્યો ACBના દફતરે…!