Home ગુજરાત વાઘાણીના પ્રિતીપાત્ર પક્ષપલ્ટુ ધવલસિંહના કાળા કારનામાનો મામલો પહોંચ્યો ACBના દફતરે…!

વાઘાણીના પ્રિતીપાત્ર પક્ષપલ્ટુ ધવલસિંહના કાળા કારનામાનો મામલો પહોંચ્યો ACBના દફતરે…!

619
0

આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલે એસીબીને ઝાલા અને ઔડાના કેટલાક અધિકારીઓની વિરૂધ્ધના આપ્યા પુરાવા
કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા ઝાલાના કાળા કરતૂતોને શું પ્રદેશ અધ્યક્ષ વાઘાણી બચાવે છે..?
શું ભાજપના નેતા ઝાલાની કોલેજમાં સુરતની તક્ષશિલા અગ્નિકાંડના પુનરાવર્તનની રાહ જોવાઇ રહી છે…?
એસીબીને પુરાવા સાથેની ફરિયાદ આપ્યાને એક સપ્તાહ થયો છતાં તપાસના નામે મિંડુ-જગદીશ પટેલ

(જી.એન.એસ., કાર્તિક જાની) તા.7
બાયડ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ધવલસિંહ ઝાલાની માલિકીની દસક્રોઇ તાલુકામાં આવેલી એપોલો ઇજનેરી કોલેજમાં ગેરકાયદે બાંધકામનો મામલો હવે એન્ટી કરપ્શન બ્યૂરો એટલે કે એસીબીના દફતરે પહોંચ્યો છે. આરટીઆઇ એક્ટીવિસ્ટ અને વ્હીસલ બ્લોઅર જગદીશ પટેલ દ્વારા 30 ડિસેમ્બર-2019ના રોજ અમદાવાદ સ્થિત એસીબીની કચેરીએ લેખિતમાં ફરિયાદ આપીને, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ઝાલાની કોલેજમાં નિયમ કરતાં વધુ બાંધકામ થયું હોવાછતાં રાજકારણી તરીકે વગ વાપરીને ઔડા દ્વારા ઝાલાની કોલેજને જાણીબુઝીને ખોટુ ઇમ્પેક્ટ પ્રમાણ પત્ર આપનાર, લેનારના નામો અને તેના પુરાવા સાથેની ફરિયાદ પછી પણ મેળાપીપણામાં રહીને તેમની સામે કાર્યવાહી ન કરનાર જવાબદાર અધિકારીઓ સહિત તમામ તહોમતદાર વિરુધ્ધ જાહેરહિતમાં એસીબીની તપાસ કરાવવાની માંગણી કરતાં છે. ફરિયાદીના કહેવા પ્રમાણે તેમની ફરિયાદને એક સપ્તાહ થયો છતાં એસીબી દ્વારા કોલેજના માલિક ઝાલા કે ઔડાના જે અધિકારીઓના નામો ઇમ્પેક્ટ ફીના મામલે દર્શાવવામાં આવ્યાં છે તેમની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.
અમદાવાદના વંદના પાર્ક- હિરાવાડી રોડ પર રહેતા 47 વર્ષિય ફરિયાદી જગદીશ પટેલે પોતાની ફરિયાદમાં ધવલસિંહ ઝાલા સહિત 9 જણાંના નામો આપ્યા છે. જેમાં અમદાવાદના સંબંધિત પોલીસ અધિકારીઓની સાથે ઔડાના અધિકારીઓની સાથે મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાનું નામ પણ દર્શાવ્યું છે.
જગદીશ પટેલે જીએનએસ સાથેની એક વાતચીતમાં કહ્યું કે ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા. તે વખતે પણ તેમણે એટલે કે જગદીશ પટેલે ઝાલાની કોલેજ એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરિંગ કોલેજમાં કરાયેલા ગેરકાયદે બાંધકામ અને અન્ય ગેરરીતિઓ બાબતે સરકારમાં અને ઔડા વગેરે.માં કરવામાં આવી હતી. પરંતુ ઝાલા પોતાના કાળા કામોને બચાવવા ભાજપમાં જોડાઇ રહ્યાં હોવાથી તે વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમના પર દબાણ લાવીને ઝાલા અમારા ભાજપમાં જોડાઇ રહ્યાં હોવાથી તેમની સામેની કોઇ કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું.
પટેલે વધુમાં કહ્યું કે, તેમ છતાં તેમણે વ્હીસલ બ્લોઅર તરીકેની પોતાની ફરજ ચાલુ રાખીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ઝાલાના ગેરકાયદે બાંધકામો સામે એટલા માટે માંગણી સતત ચાલુ રાખી કેમ કે આ કોલેજ પાસે કોઇ ફાયરસેફ્ટીની મંજૂરી નથી. કોલેજમાં નિયત કરતાં વધુ બાંધકામ કર્યું છે. પરિણામે જેમ સુરતની તક્ષશિલા નામની ગેરકાયદે બિલ્ડીંગમાં કોચીંગ કલાસમાં ભણતાં 40 કરતાં વધુ નિર્દોષ બાળકો આ ગેરકાયદે બાંધકામવાળી જગ્યાએ આગ લાગતા જીવતા સળગીને મોતને ભેટ્યા તેમ ઝાલાની કોલેજમાં કોઇ ફાયર સેફટી નથી. નિયત કરતાં વધુ બાંધકામ કર્યું હોવાથી આ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને બેસવામાં કે આવવા જવામાં કે આગ લાગવાની કોઇ ઘટના વખતે બચવાની કોઇ તક મળશે કે કેમ, કે પછી જેમ સુરતની તક્ષશિલામાં નિર્દોષ બાળકોના ભોગ લેવાયા તેમ ભાજપના જિતુભાઇ વાઘાણી જેમને બચાવી રહ્યાં છે તે ભાજપના પૂર્વ ધારાસભ્યની કોલેજમાં પણ ઇજનેરીનો કોઇ વિદ્યાર્થી આવી આગનો ભોગ ના બને તે માટે એસીબીને ફરિયાદ કરીને જેમણે ઇમ્પેક્ટ પ્રમાણપત્ર આપ્યું છે તેમની સામે તપાસ કરવાની માંગણી જાહેર હિતમાં કરી છે.
તેમણે કહ્યું કે એસીબીને લેખિત ફરિયાદ કરવા છતાં એક સપ્તાહ સુધી તપાસની કોઇ હિલચાલ નથી. શું એસીબી પણ તક્ષશિલાની ભયાનક આગની ઘટનાની રાહ જોઇ રહ્યું છે…? જે ઔડાના અધિકારીઓએ ભાજપના નેતાની માલિકીની એપોલો ઇજનેરી કોલેજના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાને બદલે ખોટુ પ્રમાણપત્ર આપ્યું તે અધિકારીઓ આ કોલેજમાં કોઇ ઘટના બને પછી જાગશે..? જેમ તક્ષશિલા આગની ઘટનામાં સુરત મ્યુનિ.ના સંબંધિત ભ્રષ્ટ અધિકારીઓની સામે પોલીસ કાર્યવાહી થઇ તેમ એપોલો કોલેજમાં આગ લાગવાની કે અન્ય એવી કોઇ ઘટનામાં નિર્દોષ વિદ્યાર્થીઓને સહન કરવું પડે ત્યારે તેમણે પણ જેલ જવાની તૈયારી રાખી છે કે શું…? એમ પણ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ પોતાના કોલેજની અનિયમિતતા અને ગેરરીતિઓ તથા ગેરકાયદે બાંધકામો વગેરેને ન બચાવવા તાજેતરમાં ભાજપ માં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ ભાજપના પ્રમુખ જિતુભાઇ વાઘાણીએ તેમને બાયડથી જ ભાજપના ઉમેદવાર બનાવ્યાં હતા. જો કે કેસરી ખેસ પહેરનાર ઝાલાને પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આરટીઆઇ એક્ટીવિસ્ટ જગદીશ પટેલના જણાવ્યાં પ્રમાણે, ધવલસિંહ ઝાલાએ વારંવાર ફરિયાદી ને ધમકીઓ પણ અપાવી હતી. ભાજપના ઉચ્ચ કક્ષાના કેટલાક નેતાઓ તરફથી મને ધમકીઓ પણ મળી. ત્યારે દિલ્હીમાં AICTS માં હાજરી દરમિયાન પણ તેમને જાનથી મારવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. તેમણે ઔડાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અમદાવાદ ઔડાના જેટલા વખાણ કરો એટલા ઓછા છે.કારણ કે ઔડાની કામગીરીને લઈ સમગ્ર શહેરમાં ચર્ચા થઇ રહી છે. કારણ કે ઓડા માત્ર મધ્યમ અને ગરીબના ઘરને જ તોડી પાડે છે પરંતુ ધવલસિંહ ઝાલા જેવા કોઇ અમીરનો ગેરકાયદે બાંધકામનો કેસ આવે ત્યારે તેને ટેકો આપી બાંધકામને ઉભું કરાવી દે છે. એસીબી કે જે પોતાના જ કચેરીમાં કામ કરતાં પીઆઇને ભ્રષ્ટ કેસમાં છોડતી નથી અને 18 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરે છે ત્યારે એક રાજકારણીની વગમાં આવ્યાં વગર એપોલો ઇજનેરી કોલેજને ખોટુ પ્રમાણપત્ર આપનાર ઔડાના સંબંધિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને આવરી લેતા સમગ્ર કેસમાં તટસ્થ તપાસ કરે તેવી તેમને અપેક્ષા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇન્ફોસિટી પોલીસ: જુગાર પ્રકરણમાં પી.આઈ સહિત સ્ટાફ ને હાજર થવા આદેશ
Next articleઆસિત વોરાનું અન-ઓફિશ્યલ રાજીનામું…!?, આ વહીવટ મને નહીં ફાવે….સોરી..?