(જી.એન.એસ),તા.૨૬/૧૨ ગાંધીનગર
ગાંધીનગર : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતા રાજ્યભરમાં ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને લઈ સરકાર ગંભીર થતા આખી પરીક્ષા રદ કરાઇ હતી સાથે તેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. જે હેઠળ સ્થાનિક પોલીસે બુધવારે 6 લોકોની ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદ ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ કોંગ્રેસનાં આક્ષેપો સામે સવાલ ઉઠાવી તેને બિનસચિવાલયકલાર્કની પરીક્ષાનું પેપરે લીક મામલે કોંગેસના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરાવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા છે. વધુમાં કહ્યું કે આરોપી ફારુક કુરેશી ભાજપનો કાર્યકર છે. આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારી પરીક્ષાના નામે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવે છે. પેપરકાંડ અંગે કોંગ્રેસે જ પુરાવા આપ્યા હતા અને કોંગ્રેસે જ SIT તપાસની માગણી કરી હતી. ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે. આ તમામ આક્ષેપોને અમદાવાદના સાંસદ કિરીટ સોંલકીએ ફગાવી અ તમામ આરોપી કોંગ્રેસ ના કાર્યકર્તા હોવાની વાત સ્પષ્ટ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.