Home ગુજરાત સીએએ-એનઆરસી-એનપીઆર, અલ્યા કોઈ તો મોંઘવારીના પ્રશ્નોની ચર્ચા કરો….!!

સીએએ-એનઆરસી-એનપીઆર, અલ્યા કોઈ તો મોંઘવારીના પ્રશ્નોની ચર્ચા કરો….!!

354
0

(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દેશભરમાં અટલબિહારી બાજપાઈજીની જન્મ જયંતીએ સ્મરાંજલિ આપવામાં આવી ત્યારે હિમાચલથી કાશ્મીર સુધી બરફ વર્ષાએ ઉત્તર પૂર્વના રાજયોને ઠંડીની ઝપટમાં લઈ લીધા છે. દિલ્હીમાં પારો 6 ડિગ્રીએ પહોંચી જતાં લોકો ઠુંઠવાઇ રહયા છે. ત્યારે રાજકીય ક્ષેત્રે તાપમાન ઉચુ રહ્યું છે. એનઆરસી મુદ્દે લોક વિરોધ યથાવત ગાજી રહ્યો છે. દેશભરમાં સીએએ અને એનઆરસી મુદ્દે જે પ્રકારે ભારે વિરોધ થયો તેમાં પણ કેટલાક રાજ્યોમાં તોફાનો થયા તો ભાજપાના સહયોગી પક્ષોએ લોક આક્રોશને પારખી જઈને પોતાને એનઆરસી-સીએએ થી અલગ કરી વિરોધ કર્યો. તેનાથી ભાજપમાં ફફડાટ પેસી ગયો હતો. ત્યારે જ ઝારખંડ રાજ્યની ચૂંટણીમાં ભાજપાને હારનો ઝટકો ખાવો પડ્યો. પરંતુ ભાજપા રાજનેતાઓ હજી સુધી એન.આર.સી મુદ્દે લોકોને ગુમરાહ કરી રહ્યો છે……! તેવું કેન્દ્રીય કેબિનેટમાં લીધેલા એનપીઆરના નિર્ણય બાદ આમ પ્રજામાં આવી સમજ પ્રવર્તી રહી છે. ત્યારે દેશભરમાં જે પ્રકારે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તેને શાંત કરવાનો પ્રયાસ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કર્યો. તેમણે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરતાં સમયે દેશભરમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર લાગુ કરવાની ઘોષણા કરી હતી. ત્યાર બાદ દેશભરમાં ભારે પ્રમાણમાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને ખુદ વડાપ્રધાન મોદીજીને આખરે એન.આર.સી બચાવવા મુદ્દે જાહેરમાં આવવું પડ્યું. તો દેશના અનેક રાજ્યોમા ભાજપાના નેતાઓએ રેલીઓ યોજીને અનામતની તરફેણ કરી. આ બધું છતાં દેશભરમાં એન.આર.સી મુદ્દે લોકોનો આક્રોશ શાંત થયો નથી. જો કે શાંતિથી વિરોધ થઈ રહ્યો છે. તોફાનો અટકી ગયા છે. ત્યારે જ કેન્દ્ર સરકારે એનપીઆર (રાષ્ટ્રીય જન સંખ્યા રજીસ્ટર) તૈયાર કરવાની ઘોષણા કરવા સાથે તે માટેની તારીખો જાહેર કરી. અને યુપીએ સરકારના સમયમાં પોપ્યુલેશન રજીસ્ટર કરેલ તે જ રીતે એનપીઆર તૈયાર કરવામાં આવશે. નાગરિક જ્યાં પણ રહેતા હોય તેમણે એનપીઆર માં નોંધ કરાવવી ફરજીયાત રહેશે. તેવી વિગતો આપી હતી. પરંતુ રાજકીય ક્ષેત્રે વિવિધ નેતાઓ નિવેદનો આપી રહ્યા છે તેના કારણે લોકોમાં આજે પણ અનેક શંકા-કુશંકાઓ ફરી વળી છે…..!!
કેન્દ્રના ગૃહપ્રધાન એનપીઆરને લઈને ખુલાસો કરવામાં લાગી ગયા છે. જોકે તેમણે નાગરિકતા સંશોધન કાયદો અને વારંવાર સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવાની ઘોષણા કરી હતી. જેથી લોકોને તેમના બોલ ઉપર વિશ્વાસ નથી રહ્યો….! અને શંકા વ્યક્ત કરવા લાગ્યા છે…. જો કે કેન્દ્રના ગૃહમંત્રી સફળ રાજનેતા છે, સ્પષ્ટ વાત કહેનારા છે, સંસદથી લઇને પક્ષ ઓફિસમાં તથા લોકો વચ્ચે તદ્દન સ્પષ્ટ વાત કરે છે. એટલે સરકારે જ લોકોમાં ભ્રમ પેદા કરી દીધો છે. તેવું લોકોનું માનવુ છે.વડાપ્રધાનશ્રી એનસીઆર અંગે કંઈક બોલે છે અને ગૃહમંત્રી બીજું કંઈક બોલે છે એટલે લોકોને એ સમજવું મુશ્કેલ પડે છે કે કોણ સાચું કે કોણ ખોટું બોલી રહ્યા છે…..! લોકો કહે છે કે પહેલા સીએએ પછી નાગરિકતા કાયદો અને હવે એનપીઆર આ બધું શું છે…? કેન્દ્ર સરકાર દેશના સળગતા પ્રશ્નો તરફ કેમ ધ્યાન આપતી નથી….? તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. કેન્દ્રનો સત્તાધારી પક્ષ ભાજપા કે વિરોધ પક્ષો લોકસભામાં કે દેશની ધારાસભાઓમાં દેશમાં પ્રવર્તમાન મંદી કે જે ભારત માટે ગંભીર રૂપ ધારણ કરી રહી છે, આર્થિક બેહાલીથી દેશ બરબાદ થઈ જશે, મોંઘવારી, બેરોજગારી, વેપાર-ધંધા, વિવિધ ક્ષેત્રના નાના મોટા ઉદ્યોગો બંધ પડી ગયા છે. તેવા લોક પ્રશ્ને એક હરફ પણ નથી ઉચ્ચારતા….! તો શું રાજકારણીઓને માત્ર સત્તાનીજ ભૂખ છે….? લોકોની કોઈ કિંમત નથી….? લોકો જે પ્રશ્નોથી ત્રસ્ત છે તે પ્રશ્નોનો નિકાલ કરવામાં સત્તાધારી પક્ષ કે વિપક્ષો કેમ નિરસ બની ગયા છે….? અને આવા સળગતા પ્રશ્નો પરથી લોકોનું ધ્યાન હટાવવા નવા નવા કાયદા- કાર્યક્રમો લાવે છે….!? હવે બહુ થયું…. તેમ લોકો કહેતા થઈ ગયા છે….!
કેન્દ્રના ગૃહપ્રધાન સીએએ પર ખુલાસો કરતાં કહ્યું કે દેશમાં વસ્તી ગણતરી થતી હોય છે. જેથી દેશના દરેક નાગરિકે એમપીઆરમા રજિસ્ટર કરાવવું જરૂરી છે. તેમાં આધારકાર્ડ નંબર આપવામાં વાંધો નથી. તેની વિગતોનો ઉપયોગ એનસીઆરમાં નહીં થાય. તેમ જણાવ્યું છે. પરંતુ લોકોને હવે તેમના આવા ખુલાસા પર વિશ્વાસ નથી રહ્યો….! કારણ કે તેમને લોકસભામાં વારંવાર કહ્યું છે કે દેશભરમાં એનઆરસી લાગુ કરવામાં આવશે. લોકો એનપીઆર ને એનઆરસીનું બીજું સ્વરૂપ માની રહ્યા છે. કારણ યુપીએના સમયમાં વ્યક્તિનું નામ, ઉંમર, પિતાનું કે પતિનું નામ, જન્મતારીખ અને સરનામાંઓ સમાવેશ થતો હતો. જ્યારે અત્યારે રજુ કરવામા આવનાર એનપીઆર અનુસાર બાયોમેટ્રીક વિગતો, પરિવારના વ્યક્તિ સાથેનો સંબંધ,વર્તમાન સરનામું અને કાયમી સરનામું, વ્યવસાય, ધંધો, માતા અને પિતા નું નામ, પતિ પત્નીનું નામ પણ માંગવામાં આવશે. તો આવું શા માટે….? માતા- પિતા, પતિ- પત્નીના નામ, વ્યવસાય, ધંધો, બાયોમેટ્રીક વિગતો શા માટે માંગવામાં આવશે….? છે કોઇ ઉલ્લેખ…. આનો સીધો મતલબ એનસીઆરનું બીજું સ્વરૂપ એટલે એનપીઆર… તેવું વિદ્યાર્થી વર્ગ-યુવા વર્ગ અને આમ પ્રજા માની રહી છે… ત્યારે કેન્દ્ર સરકારે જે શંકાભરી વિગતો માગી છે તે દૂર કરવી રહી…. બાકી તો લોક આદોલનો તો ચાલુ જ છે…..!?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝારખંડના પરિણામના આંચકા ગુજરાત ભાજપમાં પણ આવ્યા
Next articleબિનસચિવાલય મુદ્દે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા અમદાવાદ ભાજપના સાંસદ કિરીટ સોલંકી