Home Uncategorized ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીની અધ્યક્ષતામાં...

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીની અધ્યક્ષતામાં ડાયેરિયા અટકાવતા અભિયાનનો પ્રારંભ

14
0

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

‘સ્વચ્છ ગામ, શુદ્ધ જલ – બહેતર કલ’ના નારા સાથે રાષ્ટ્રીય જલ જીવન મિશન, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ જલ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયત સ્તરે સુદ્ધ પાણી અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે એક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન તા.૦૧, જુલાઈથી ૩૧મી ઓગસ્ટ ૨૦૨૪ સુધી ૮ અઠવાડિયા દરમિયાન તબક્કાવાર કરવામાં આવનાર છે. આ ઝુંબેશનો મૂળ હેતુ ડાયેરીયાના કારણો અને તેની સાથે સંકળાયેલા રોગોને દૂર કરી ચોમાસા દરમિયાન નાગરિકોને નિરોગી રાખવાનો છે.

ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના દ્વારા  ‘સ્ટોપ ડાયેરિયા કેમ્પેઈન ૨૦૨૪’  અંતર્ગત ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક અંતર્ગત તા.૦૧ જુલાઈથી તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૪ સુધી ચાલનારા ‘સ્ટોપ ડાયરીયા કેમ્પિઈન’ અંતર્ગત આઠ અઠવાડિયામાં કરવાની થતી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. સાથેજ હાજર અન્ય વિભાગના અધિકારીઓ તથા પ્રતિનિધિઓને આ કેમ્પેઇન અંગે તેમની જવાબદારી પણ સમજાવવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીએ આ અંગે જણાવતા કહ્યું હતું કે ‘સૌએ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવાનું છે. અને સમગ્ર ગાંધીનગરમાં ડાયેરિયાને કારણે એક પણ મૃત્યુ ન થાય તે પ્રકારની કામગીરી સૌએ કરવાની છે.’ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગર નિયામકશ્રી જિજ્ઞાસા વેગડાએ  આ અભિયાન અંતર્ગત સંલગ્ન તમામ વિભાગોએ કરવાની થતી કામગીરીની માહિતી તથા દરરોજના કાર્યક્રમોનું રિપોર્ટિંગ તેમજ ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી હેસટેગ કરવા વગેરે બાબતોથી સૌને વાકેફ કરી જિલ્લા કક્ષાએથી આ અ‍ભિયાનને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીની અધ્યક્ષતામાં ખુલ્લુ મુક્યુ હતુ.

આ બેઠકમાં મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી એ .જે વૈષ્ણવ , દહેગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. જે મહિડા સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ, જિલ્લા કો-ઓર્ડીનેટર તાલુકા પંચાયત કચેરી માણસા અને દહેગામ તાલુકા પંચાયત કચેરી, ગાંધીનગર, કલોલના ટીડીઓ, ડીઆરડીએ એસ.બી .એમ સ્ટાફ, જિલ્લા લાઈવલિહુડ મેનેજરશ્રી તથા  સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના તાલુકા તથા જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં પ્રથમવાર યુ-ટયુબના માધ્યમથી છાત્રાલયોમાં પ્રવેશ માટેનું  ઓનલાઈન મેરીટ પ્રસિધ્ધ કરતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
Next articleઅમદાવાદ ખાતે શારદાબેન જનરલ હોસ્પિટલમાં વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી કરાઈ