Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણની શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન...

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણની શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરાયું

14
0

સર્વે મતદારોને તા. ૦૭મી મે, ૨૦૨૪ના દિવસે દશ મિનિટ દેશ માટે અવશ્ય આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરતાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે

(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

         ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કુડાસણ વિસ્તારમાં આવેલી શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે અને ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર જે.એન. વાધેલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સર્વે ઉપસ્થિત નાગરિકોને મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

         લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર છે. મતદાન સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાધેલાના માર્ગદર્શન હેઠળ શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનુ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે જણાવ્યું હતું કે, લોકશાહીનો અવસર આંગણે આવી રહ્યો છે. લોકશાહીના અવસરમાં સૌ નાગરિકો મતદાન કરીને સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન મથકો ખાતે ગરમીને ઘ્યાનમાં રાખીને મતદારોને છાંયડા માટે મંડપ, પીવાના પાણી સાથે સાથે છાશ, ઓ.આર.એસ જેવા એનર્જી પીણાની પણ સુવિધા કરવામાં આવી છે. તેની સાથે દિવ્યાંગ અને વડીલ મતદારો માટે વ્હીલચેર અને રેમ્પની પણ સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી છે. તેમણે સર્વે મતદારોને તા. ૦૭મી મે, ૨૦૨૪ના દિવસે દશ મિનિટ દેશ માટે અવશ્ય આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ પણ કરી હતી.

         ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન. વાધેલાએ જણાવ્યું હતું કે, મતદાન કરવું તે આપણી નૈતિક ફરજ છે. લોકશાહી દેશમાં મતદારો આધાર સ્તંભ છે. લોકશાહીના અવસરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સર્વેને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સર્વે નાગરિકોને અવશ્ય મતદાન કરીશ.. ના શપથ લેવડાવ્યા હતા.  કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એમ. ભોરણિયા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં શ્રીફળ હાઇટ્સ ફલેટ સહિત આસપાસમાં રહેતા નાગરિકો સ્વયંમ રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબુધ ગ્રહ પોતાની પ્રિય રાશિ મિથુન માં કરશે પ્રવેશ  
Next articleજામીન ઉપર છૂટી ફરાર આરોપી એ જેલ સિપાહી ઉપર જીવલેણ હુમલો અને લૂંટ કરતા આરોપી ની પોલીસે કરી ધરપકડ