રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૩૯૯.૭૮ સામે ૭૨૮૯૨.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૬૮૫.૦૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૦.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૬.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૯૪૩.૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૩૫૭.૩૦ સામે ૨૨૧૭૬.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૧૧૩.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૬.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૨૧૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈઝરાયેલ દ્વારા સીરિયામાં ઈરાનના દૂતાવાસ નજીક અટેક બાદ બદલો લેવા ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા થતાં બન્ને દેશો વચ્ચે ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની જંગી વેચવાલીએ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઇઝ્ડ ઘટાડો નોંધાયો હતો. અલબત બજારોમાં આજે પેનીક સેલિંગ બાદ બન્ને દેશો વચ્ચેના ઘર્ષણને રાજદ્વારી પ્રયાસો થકી અટકાવી શકાશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં ધોવાણ અટક્યા સાથે અને ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદાજો એ ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, એફએમસીજી, પાવર અને હેલ્થકેર શેરોમાં લેવાલી કરતા મોટું ધોવાણ અટક્યું હતું, જયારે ઈન્ડસ્ટ્રીયલ્સ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને ઓટો શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ અને સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૭ અને વધનારની સંખ્યા ૨૨૫૧ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન ૧.૨૬%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૨૦%, એચડીએફસી બેન્ક ૦.૯૭%, મારુતી સુઝુકી ઈન્ડિયા ૦.૬૨% અને પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૦૭% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ ૩.૬૫%, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૧૨%, વિપ્રો ૨.૩૨%, બજાજ ફિનસર્વ ૨.૩૧% અને એચસીએલ ટેક ૧.૯૪% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૦૫ લાખ કરોડ ઘટીને ૩૯૪.૬૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૩ કંપનીઓ વધી અને ૨૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે, જેથી બજારમાં ક્રૂડના ટોચના ઉત્પાદકો પૈકી એક ઓપેક દેશોમાં ક્રૂડના પુરવઠા પર અસર થવાની ભીતિ જોવા મળી છે. ઇઝરાયલ-ઇરાન યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ છ મહિનાના ઉચ્ચ સ્તરે છે. કોમોડિટી નિષ્ણાતોએ ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધે તો ક્રૂડ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચવાની શક્યતા દર્શાવી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાતા ૮૦% આયાત પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થવાની સંભાવના વધી છે. ક્રૂડમાં તેજી માટે પરિબળો ઈરાનના ઈઝરાયલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં તમામ નેતાઓ જવાબી કાર્યવાહી કરવા સમર્થન આપ્યું છે.
અમેરિકાએ પણ આ સંકટને એલર્ટ મોડ પર મૂક્યું છે. ઈઝરાયલે યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે. એકંદરે, વધતા તણાવને પગલે ભારત સહિત વૈશ્વિક બજારોમાં સાવચેતીના વલણ સાથે વેચવાલી જોવા મળી હતી. પરિણામે વોલેટિલિટી વધી છે. નિષ્ણાતોના મતે વધતા તણાવમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારો નોંધાઈ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પણ પહોંચી શકે છે. ઈરાનના હુમલાના લીધે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારાના લીધે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
email :- hellonikhilbhatt@gmail.com
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.