Home મધ્ય ગુજરાત અમદાવાદ ફરજ પરના કર્મચારીઓના મતદાન માટેના પોસ્ટલ બેલેટની આપ-લે માટે અમદાવાદ ખાતે સ્ટેટ...

ફરજ પરના કર્મચારીઓના મતદાન માટેના પોસ્ટલ બેલેટની આપ-લે માટે અમદાવાદ ખાતે સ્ટેટ એક્સચેન્જ મેળો યોજાશે

23
0

(G.N.S) dt. 16

લોકસભા સામાન્ય ચૂંટણી માટે 31 તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે 4 ઉમેદવારી પત્ર મળ્યાઃ તા.19 એપ્રિલ, 2024 સુધી રજૂ કરી શકાશે ઉમેદવારી પત્ર અમદાવાદ/ગાંધીનગર,

• રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ.96.45 કરોડની વસ્તુઓ જપ્ત
• કંટ્રોલ રૂમ, NGSP, ટપાલ, ઈ-મેઈલ અને C-Vigil જેવા વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 12,400 થી વધુ ફરિયાદો મળી

ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-12 તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવા માટે રાજ્યકક્ષાએ એક્સચેન્જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે તા.18.04.2024 ના રોજ યોજાનાર રાજ્યકક્ષાના આ એક્ષચેન્જ મેળામાં રાજ્યના 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી પરસ્પર ફોર્મ-12 ની આપ-લે કરશે.  

લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગુજરાતમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની વિગતો આપતા શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા.15 એપ્રિલ, 2024 સુધીમાં ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગોની સામાન્ય ચૂંટણી માટે કુલ 31 ઉમેદવારી પત્રો મળ્યા છે. જ્યારે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે 4 ઉમેદવારી પત્ર મળ્યું છે. તા.19 એપ્રિલ, 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 7.87 કરોડ રોકડ, રૂ. 13.02 કરોડની કિંમતનો 4.42 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 29.16 કરોડની કિંમતનું 59.36 કિલો સોનું અને ચાંદી, રૂ.1.86 કરોડની કિંમતના 718 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 44.54 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 96.45 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

ફરિયાદ નિવારણ
c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.14/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 2,058 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

National Grievance Services Portal પર તા.16/03/2024 થી તા.14/04/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 7,117, મતદાર યાદી સંબંધી 658, મતદાર કાપલી સંબંધી 184 તથા અન્ય 1,781 મળી કુલ 9,740 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 144 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં મીડિયા મારફતે 16 તથા ટપાલ અને ઈ-મેઇલ દ્વારા રાજકીય પક્ષો લગત 12, ચૂંટણી પંચ સંબંધી 42 તથા અન્ય 417 મળી કુલ 487 ફરિયાદો મળી છે.

આદર્શ આચારસંહિતા
તા.16/03/2024થી તા.14/04/2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,65,382 તથા ખાનગી મિલકતો પરથી કુલ 60,872 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અને SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત First Time Voters માટે કોલેજમાં મતદાન જાગૃતિના કેમ્પ તથા કેમ્પસ ઍમ્બેસેડર્સની નિમણૂંક, મહિલા મતદાન જાગૃતિ માટે આંગણવાડી ખાતે બેઠક, ઇન્ડસ્ટ્રીઝમાં વોટર અવેરનેસ ફોરમ દ્વારા મતદાર જાગૃતિ અને સવેતન રજા અંગેની બેઠક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ મતદાન જાગૃતિ માટે MoU તથા સોશિયલ મીડિયા દ્વારા મતદાન જાગૃતિ માટે ઇન્ફ્લુઅન્સર્સ તેમજ આઈકન્સ સાથે સહભાગિતા, સોસાયટી મિટિંગ્સ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૧૭-૦૪-૨૦૨૪)
Next articleનિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!