મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવાનો અમદાવાદ ફાયર વિભાગનો આદેશ
(જી.એન.એસ) તા. ૧૯
અમદાવાદ,
શહેરના ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના બનાવમાં વધુ જોખમ ના થાય તે માટે મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવાનો આદેશ આપ્યો છે. ઇમરજન્સી એક્ઝિટ 24 કલાક ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી છે. આગ સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે માટે આ આદેશ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત શહેરના વિવિધ એકમોમાં ફાયર વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. ચેકિંગ દરમિયાન ડિજિટલ લોક જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.
થોડા દિવસ અગાઉ રાજધાનીદિલ્લીની હોટેલમાં અગ્નિકાંડની તપાસમાં ખુલસા થયો હતો કે ડિજિટલ લોકના કારણે લોકો બહાર ન નિકળી શકતા જીવ ગૂમાવવાના વારો આવ્યો હતો.ત્યારે અમદાવાદમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ફાયર વિભાગે આ પ્રકારના ડિજિટલ કે મેગ્નેટિક લોકને દૂર કરવા આદેશ કર્યો છે. મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલ જેવા કોઈપણ જાહેર સ્થળોના ઇમરજન્સી એક્ઝિટ 24 કલાક ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી છે. ફાયર વિભાગની ચેકિંગ દરમિયાન જો ડિજિટલ લોક ધ્યાને આવશે તો કાર્યવાહી થશે.
ફાયર સેફ્ટી સત્તાધિકારીઓએ મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલ જેવી જાહેર ઇમારતોમાં લગાવવામાં આવેલા કેટલાક પ્રકારના ડિજિટલ (સ્માર્ટ) લોક અંગે સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી છે. આગ અથવા ઇમરજન્સી સમયે આવા લોક કારણે બહાર નીકળવામાં અવરોધ ઊભો થઈ શકે છે, તેથી તેમને દૂર કરવા અથવા ફાયર-સેફ્ટી ધોરણ મુજબ બદલવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ પ્રકારની કાર્યવાહીનો મુખ્ય હેતુ ઇમરજન્સીમાં લોકોની સલામત બહાર નીકળવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે.

