પ્રદેશ સ્તરેથી પધારેલ વક્તાશ્રીઓએ વિવિધ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપી મંડલ સ્તરે વર્ગ લેવા જનાર વક્તાઓને પ્રશિક્ષિત કર્યા
(જી.એન.એસ) તા. ૧૧
રાજકોટ,
‘ભાજપાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬‘ અંતર્ગત આગામી સમયમાં રાજ્યના તમામ ૫૮૦ મંડલ માં પ્રશિક્ષણ વર્ગ આયોજિત થનાર છે ત્યારે ગુરુવારે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૧ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા અને ઝોન બેઠક યોજાઈ હતી જેમાં પ્રશિક્ષણ મહાઅભિયાનના પશ્ચિમ-મધ્ય ઝોનના ઇન્ચાર્જ અને પૂર્વ પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી. પટેલ, પ્રદેશ મહામંત્રી તથા અભિયાનના પ્રદેશ પ્રભારીશ્રી અનિરૂદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યાં હતાં.

વક્તા પ્રશિક્ષણ કાર્યશાળામાં પ્રદેશ સ્તરેથી નિયત કરાયેલા વક્તાશ્રીઓએ વિવિધ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપી મંડલ સ્તરે વર્ગ લેવા જનાર વક્તાઓને પ્રશિક્ષિત કર્યા હતાં. આ પ્રસંગે પ્રશિક્ષણ મહાઅભિયાનના સૌરાષ્ટ ઝોનના ઇન્ચાર્જશ્રીઓ શ્રી પ્રદીપભાઈ ખીમાણી, શ્રી રાજીવભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોના જિલ્લા પ્રમુખશ્રી તથા પ્રભારીશ્રી, અભિયાનના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સહિતની ટીમ, વક્તાશ્રીઓ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૨ જૂન, શુક્રવારે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૨ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા યોજાશે.

