Home રમત-ગમત Sports પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ વર્તમાન સુકાની અને પોતાના જમાઈ...

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ વર્તમાન સુકાની અને પોતાના જમાઈ શાહિન શાહ આફ્રિદીનો સુકાનીપદના મામલે બચાવ કર્યો

156
0

(જી.એન.એસ),તા.૨૮

પાકિસ્તાન,

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ વર્તમાન સુકાની અને પોતાના જમાઈ શાહિન શાહ આફ્રિદીનો સુકાનીપદના મામલે બચાવ કર્યો હતો. હાલમાં એવી અટકળોએ જોર પકડ્યું છે કે લાંબા ઝડપી બોલર શાહિન શાહ આફ્રિદીને પાકિસ્તાનની ટી20 ટીમના સુકાનીપદેથી હટાવી દેવામાં આવશે. શાહિદ આફ્રિદીએ પત્રકારો સમક્ષ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે મને લાગે છે કે જો તમે કોઈને (શાહિન આફ્રિદીને) સુકાનીપદ સોંપતા હો અને જવાબદારી સોંપતા હો તો સાથે સાથે તમારે તેને સમય પણ આપવો જોઇએ.

પાકિસ્તાનના ક્રિકેટની સૌથી મોટી સમસ્યા એ રહી છે કે જ્યારે જ્યારે બોર્ડમાં હોદ્દેદારોમાં ફેરફાર થાય છે ત્યારે આપણા દેશની ક્રિકેટની સિસ્ટમ પણ બદલાઈ જતી હોય છે. જે કોઈ પણ સત્તામાં આવે છે તે એમ જ માને છે કે તે જ પાકિસ્તાન ક્રિકેટ માટે સર્વશ્રેષ્ઠ કામ કરી શકે છે તેમ શાહિદ આફ્રિદીએ ઉમેર્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે તમે જ્યારે સુકાની બદલો છો ત્યારે કાં તો તેને નિયુક્ત કરવાનો નિર્ણય ખોટો હતો અથવા તો હાલમાં તેને બદલો છે તે નિર્ણય ખોટો છે.
ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપ બાદ શાહિન આફ્રિદીને પાકિસ્તાનની ટી20 ટીમના સુકાની તરીકે નીમવામાં શાહિદ આફ્રિદીની ભૂમિકા હતી. વર્લ્ડ કપના લીગ તબક્કાથી આગળ પહોંચવામાં પાકિસ્તાનની ટીમ નિષ્ફળ રહી ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને હટાવીને શાહિન આફ્રિદીને કેપ્ટન બનાવ્યો હતો. ત્યાર બાદ બાબર આઝમ ટેસ્ટ ટીમના સુકાનીપદેથી પણ ખસી ગયો હતો.

શાહિદ આફ્રિદીએ ટીમના કોચ તરીકે વિદેશી કોચની ભલામણ કરી હતી પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે તે કોચ એન્ડી ફ્લાવર જેવો શક્તિશાળી કોચ હોવો જોઇએ જે કોચિંગ તરીકેનો સારો ભૂતકાળ ધરાવતો હોય. મારા મતે વિદેશી કોચની સાથે સાથે સપોર્ટ સ્ટાફમાં પાકિસ્તાનની જ વ્યક્તિ હોવી જોઇએ જેથી તે ખેલાડીઓ આગળ ધપી શકે અને તેમના કૌશલ્યમાં વધારો કરી શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફરીથી બાબર આઝમને સુકાનીપદ સોંપવા અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વિચારણા
Next articleઆઇપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્લો ઓવર રેટ માટે શુભમન ગિલને 12 લાખનો દંડ કર્યો