Home રમત-ગમત Sports આઇપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્લો ઓવર રેટ માટે શુભમન ગિલને 12 લાખનો...

આઇપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્લો ઓવર રેટ માટે શુભમન ગિલને 12 લાખનો દંડ કર્યો

142
0

(જી.એન.એસ),તા.૨૮

મુંબઈ,

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમના સુકાની શુભમન ગિલ સામે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટે 206 રન કર્યા હતા પરંતુ તેમની ઇનિંગ્સ દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમ સમય મર્યાદામાં 20 ઓવર પૂરી કરી શકી ન હતી. જવાબમાં ગુજરાતની ટીમ તેની 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન કરી શકી હતી. આમ તેનો 63 રનથી પરાજય થયો હતો.

મેચ બાદ આ મેચના રેફરી નારાયણ કુટ્ટીએ તમામ એલાઉન્સને ધ્યાનમાં રાખ્યા બાદ ગુજરાત ટાઇટન્સ સમયસર ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી તેવા તારણ પર આવીને ટીમના કેપ્ટન પર પેનલ્ટી લગાવી હતી. આઇપીએલ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ વર્તમાન સિઝનમાં ગુજરાતનો આ પ્રથમ ગુનો છે તેથી આઇપીએલની આચારસંહિતા મુજબ ટીમ પર લઘુત્તમ ઓવર રેટનો ગુનો દાખલ કરીને કેપ્ટન શુભમન ગિલ પર 12 લાખ રૂપિયાની પેનલ્ટી લાદવામાં આવી છે.

ગુજરાતે આ સિઝનના પ્રારંભમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે વિજય હાંસલ કર્યો હતો પરંતુ પોતાની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મંગળવારે તેનો પરાજય થયો હતો. ગયા વર્ષની આઇપીએલની ફાઇનલમાં પણ ચેન્નાઈ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થયો હતો. જોકે ગઈ સિઝનમાં ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો જે આ વખતે મુંબઈની આગેવાની લઈને રમી રહ્યો છે. આમ શુભમન ગિલ પહેલી જ વાર આઇપીએલમાં ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. તેની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈને છેલ્લી ઓવરના રોમાંચ બાદ છ રનથી હરાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ વર્તમાન સુકાની અને પોતાના જમાઈ શાહિન શાહ આફ્રિદીનો સુકાનીપદના મામલે બચાવ કર્યો
Next articleફર્સ્ટ ટાઇમ વોટર બનનારા નિરમા યુનિ.ના યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ