Home રમત-ગમત Sports ફરીથી બાબર આઝમને સુકાનીપદ સોંપવા અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વિચારણા

ફરીથી બાબર આઝમને સુકાનીપદ સોંપવા અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વિચારણા

117
0

(જી.એન.એસ),તા.૨૮

ઇસ્લામાબાદ,

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરના ટીમના પ્રદર્શન બાદ સુકાનીઓ શાન મસૂદ અને શાહિન શાહ આફ્રિદી પરનો ભરોસો ગુમાવી દીધો હોવાનું જણાય છે કેમ કે બોર્ડ હવે ફરીથી બાબર આઝમને સુકાનીપદ સોંપવા અંગે વિચારણા કરી રહ્યું છે. પીસીબીના મતે હાલના તબક્કે પાકિસ્તાની ક્રિકેટ ટીમની આગેવાની લેવા માટે બાબર આઝમ જ શ્રેષ્ઠ છે. ગયા વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાયેલા આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમના કંગાળ દેખાવ બાદ બાબર આઝમે રમતના ત્રણેય ફોર્મેટમાંથી સુકાનીપદ છોડી દીધું હતું. ત્યાર બાદ શાન મસૂદને ટેસ્ટ અને શાહિન આફ્રિદીને ટી20 માટે પાકિસ્તાની ટીમના સુકાનીપદે નિયુક્ત કરાયા હતા.

પીસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડ હવે એવા તારણ પર આવ્યું છે કે હાલના તબક્કે એવો કોઈ વિકલ્પ રહી ગયો નથી ત્યારે બાબર આઝમ જ આ સ્થાન માટે શ્રેષ્ઠ છે. જોકે સૌથી રમૂજભરી બાબત એ છે કે પીસીબીએ શાન મસૂદમાં ટેસ્ટ કેપ્ટન તરીકે અને શાહિન આફ્રિદીમાં ટી20 કેપ્ટન તરીકેનો ભરોસો પીસીબીએ ગુમાવી દીધો છે કેમ કે બોર્ડના શાસકો પણ બદલાઈ ગયા છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે રસપ્રદ બાબત તો એ છે કે બાબર આઝમ હવે અભિગમ બદલી રહ્યો છે અને તેના વલણમાં પણ પરિવર્તન આવી ગયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના વૈશાલીમાં બે મિત્રોને સાત પુરુષો ઘઉંના ખેતરમાં ખેંચી ગયા અને પછી સામૂહિક બળાત્કાર કર્યો
Next articleપાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની શાહિદ આફ્રિદીએ વર્તમાન સુકાની અને પોતાના જમાઈ શાહિન શાહ આફ્રિદીનો સુકાનીપદના મામલે બચાવ કર્યો