Home દેશ - NATIONAL CAA મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું, “પહેલા મને નિયમો જોવા દો, જો આ...

CAA મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું, “પહેલા મને નિયમો જોવા દો, જો આ નિયમથી લોકોના અધિકારોનું ઉલ્લંઘન થશે તો અમે લડીશું

39
0

(જી.એન.એસ),તા.૧૨

કર્નાટક,

નરેન્દ્ર મોદી સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારની જાહેરાત પર વિપક્ષી પાર્ટીઓએ પોતાનું વલણ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. સૌથી પહેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ CAAને લઈને મોદી સરકારના નોટિફિકેશનને લઈને નિવેદન આપ્યું છે. મમતાએ કહ્યું કે પહેલા મને નિયમો જોવા દો. જો આ નિયમથી લોકોના અધિકારોનું ઉલ્લંઘન થશે તો અમે લડીશું.

સોમવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને પૂછવામાં આવ્યું કે શું સરકાર CAA લાગુ કરી રહી છે, જેના પર મમતા બેનર્જીએ કહ્યું, “પહેલા મને નિયમો જોવા દો. હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. જો લોકો તેમના અધિકારો નિયમો હેઠળ નકારવામાં આવે છે, અમે તેની સામે લડીશું.” આ ભાજપનું ચૂંટણી પ્રચાર છે અને બીજું કંઈ નથી.

આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે હવે દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે. CAAના અમલ પછી, હવે હિન્દુ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી જેઓ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ્યા હતા તેઓને અહીં પાંચ વર્ષ સુધી વસવાટ કર્યા પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યના 91 જેટલા તબીબી અધિકારીઓ અને 37 બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ
Next articleગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુકાબલો