Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

34
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૨.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૩૦૪.૮૮ સામે ૭૨૨૨૦.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૦૯૯.૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૦.૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૫.૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૨૫૦૦.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૦૭૫.૭૦ સામે ૨૨૦૭૪.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૦૨૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૭.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૧૮૧.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સ્મોલ, મિડ કેપ શેરો ઓવરવેલ્યુએશને એટલે કે વાસ્તવિક ભાવથી વધુ પડતાં ઊંચા ખર્ચાળ ભાવે ટ્રેડ થઈ રહ્યા વિશે તાજેતરના દિવસોમાં મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ સ્મોલ, મિડ કેપ ફંડો સાથે સંકળાયેલા જોખમો વિશે વધુ માહિતી આપવા તાકીદ કરતાં ફંડોના એસેટ મેનેજરોને તેમના રોકાણકારોને ફંડ સાથે સંકળાયેલા જોખમોની વધુ માહિતી આપવા સૂચના આપતાં ગઈકાલે ભારતીય શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો, જો કે આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી તેમજ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી કરતા સેન્ટીમેન્ટ તેજી તરફી રહ્યું હતું. ફ્રન્ટલાઈન સર્વિસીસ, પાવર, કોમોડિટીઝ, મેટલ સાથે ઈન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં તેજી તેમજ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મહિન્દ્રા & મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ફોસિસ લિ. અને એચસીએલ ટેકનોલોજીની આગેવાનીએ આજે ભારતીય શેરબજાર આરંભિક બે તરફી અફડા-તફડી બાદ અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૫ અને વધનારની સંખ્યા ૧૯૦૦ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૮૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૩%, એશિયન પેઈન્ટ્સ ૧.૧૩%, નેસલે ઈન્ડિયા ૧.૧૨% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૦૭% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૦.૭૩%, ટીસીએસ ૦.૫૯%, ભારતી એરટેલ ૦.૫૭%, આઈટીસી ૦.૫૧% અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૦૦ લાખ કરોડ વધીને ૩૮૭.૯૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૭%થી વધુ રહેવા વિવિધ રિપોર્ટસમાં ધારણાં મૂકવામાં આવી છે અને આગામી વર્ષમાં પણ આ ગતિ જળવાઈ રહેવાના અંદાજ મુકાયા છે, છતાં વૈશ્વિક અર્થતંત્રની ચિંતાને લઈને વિદેશી રોકાણકારો વિશ્વભરના ઈક્વિટી બજારોમાં સાવચેતીભર્યું રોકાણ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ના દાયકાના એફપીઆઈના આંકડા પર નજર નાખીએ તો આ દસ વર્ષમાંથી સાત વર્ષમાં ભારતીય ઈક્વિટીઝ કેશમાં વિદેશી રોકાણકારો નેટ વેચવાલ રહ્યા છે અને ત્રણ વર્ષમાં તેઓ નેટ ખરીદદાર રહ્યા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની શકયતા તથા નબળા વૈશ્વિક અર્થતંત્રને કારણે એફપીઆઈએ ૨૦૨૩માં વિશ્વભરની ઈક્વિટીઝ બજારમાં જંગી વેચાણ કર્યું હતું. વર્તમાન ૨૦૨૪ના વર્ષમાં પણ અત્યારસુધી એફપીઆઈની કેશમાં નેટ વેચવાલી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષથી ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સક્રિયતા વધી છે જેનો બજારને ટેકો મળતો હોવાનું જોવા મળે છે. દેશના મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટનો આંક રૂ.૫૦ લાખ કરોડને પાર કરી ગઈ છે જે દેશના સંસ્થાકીય રોકાણકારો મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત આપે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલી વિદેશી રોકાણકારોની અનિશ્ચિત ચાલને પરિણામે દેશના ફોરેકસ રિઝર્વ પર તથા ઈક્વિટી માર્કેટ પર તેની પ્રતિકૂળ અસરના પરિણામો ગંભીર આવી શકે છે. ભારતનું અર્થતંત્ર ફન્ડામેન્ટલ ઝોનમાં હોવા છતાં એફપીઆઈની આક્રમક વેચવાલી ચિંતાનો વિષય બની શકે છે. જેથી અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field