Home દુનિયા - WORLD યુએનમાં કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાનની સાથે તુર્કીની પણ ટીકા કરી

યુએનમાં કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાનની સાથે તુર્કીની પણ ટીકા કરી

20
0

(જી.એન.એસ),તા.૨૯

યુએન,

ભારતે કાશ્મીર મુદ્દે યુએનમાં પાકિસ્તાનની સાથે સાથે તુર્કીને પણ આકરી ઝાટકણી કાઢી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55માં સત્રમાં ભારતે તુર્કીને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે અન્ય કોઈ દેશની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. આ ભારતનો આંતરિક મામલો છે. તુર્કીએ કરેલી ટિપ્પણી બદલ અમને ખેદ છે.

ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે તુર્કીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે અને અન્ય કોઈ દેશે તેમાં દખલ ન કરવી જોઈએ. અનુપમા સિંહે કહ્યું કે મને પૂરી આશા છે કે તુર્કી ભવિષ્યમાં અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે અને કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાથી બચશે.

સિંહે કહ્યું કે ફરી એકવાર ભારત પર આરોપ લગાવીને આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરમાં સામાજિક વિકાસની સાથે આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશમાં સુશાસન સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા બંધારણીય પગલાં લેવામાં આવ્યા છે. આ ભારતની આંતરિક બાબતો છે.

તમને જણાવી દઈએ કે તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાય સાથે શાંતિ સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે. UNHRCમાં તુર્કીના આ નિવેદન પર ભારતે પ્રહાર કર્યો છે.

ભારતે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું કે જે દેશ પોતાના જ દેશના લઘુમતીઓ સાથે ક્રૂર વર્તન કરે છે તે ભારત પર શું આરોપ લગાવશે? સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાન પર પ્રહાર કરતા ભારતે કહ્યું કે જે દેશ આતંકવાદીઓને આશ્રય આપે છે અને જેનો માનવાધિકાર રેકોર્ડ ખરેખર ખૂબ જ નબળો છે, તેની ભારત વિરુદ્ધની ટિપ્પણીઓ માત્ર માર્મિક જ નહીં પરંતુ વિકૃત પણ છે.

ભારતે વધુમાં કહ્યું કે અમે એવા દેશ પર વધુ ધ્યાન આપતા નથી જે પોતે આર્થિક સંકટનો શિકાર છે. ભારતે કહ્યું કે જે દેશ ખાદ્યપદાર્થોની અછતનો સામનો કરી રહ્યો છે અને જેની બેલેન્સ શીટ ખરાબ છે તેના પર આપણે વધુ ધ્યાન આપી શકતા નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleદક્ષિણ કોરિયાની વસ્તી વર્ષ 2100 સુધીમાં અડધી થવાની ધારણા