રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૨.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૪૨.૮૦ સામે ૭૩૦૪૪.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૬૬૬.૮૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૫.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૨.૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૭૯૦.૧૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૨૨૮.૮૫ સામે ૨૨૧૯૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૦૮૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૨.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૧૩૮.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક શેરબજારોમાં ગત સપ્તાહે આઈટી જાયન્ટ ચીપ મેન્યુફેકચરર એનવીડિયા કોર્પના પ્રોત્સાહક પરિણામે અમેરિકી શેરબજારો પાછળ રેકોર્ડ તેજી જોવાયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારોમાં તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. અમેરિકી શેર બજારોમાં સાવચેતી સાથે એશીયા-પેસેફિક બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારમાં હોલી-ડે વચ્ચે આજે અન્ય બજારોમાં એકંદર સાંકડી વધઘટ સાથે ભારતીય શેરબજારમાં પણ બે તરફી અફડાતફડી બાદ ઘટાડો નોંધાયો હતો. યુટીલીટીઝ, પાવર શેરોમાં પસંદગીની ખરીદી જળવાયા છતાં મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી અને ટેક શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ થતાં અને હેલ્થકેર, બેંકેકસ, કોમોડિટીઝ, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી શેરો તેમજ ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. અલબત લાર્સેન લિ., પાવર ગ્રીડ કોર્પ., એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર તેમજ નેસલે ઈન્ડિયા શેરોમાં આકર્ષણે ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ, પાવર, કેપીટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઇન્ડસ્ટ્રીયલ, સર્વિસીસ, રિયલ્ટી, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૮ અને વધનારની સંખ્યા ૧૭૧૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન એન્ડ ટુબ્રો ૨.૩૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૯૭%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૩૮%, એચડીએફસી બેન્ક ૦.૧૦% અને નેસલે ઈન્ડિયા ૦.૦૮% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ ૩.૯૦%, ટાટા સ્ટીલ ૧.૯૯%, ટાઈટન કંપની ૧.૯૫%, ટેક મહિન્દ્રા ૧.૮૨% અને જેએસડબલ્યૂ સ્ટીલ ૧.૪૬% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૦૨ લાખ કરોડ ઘટીને ૩૯૨.૦૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓ માંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મૂડી બજારોમાં સ્થાનિક રોકાણકારો દ્વારા સિસ્ટેમેટિક પ્લાનની (સિપ) પસંદગી તેમજ નવા રોકાણકારોને આકર્ષવા માટે ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે જાન્યુઆરી માસમાં નવા રોકાણકારોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. બજારમાં સતત તેજી અને ફંડ હાઉસીસ દ્વારા નવા ફંડ ઓફરિંગ દ્વારા નવા રોકાણકારો સુધી પહોંચવાના વધારાના ઉદ્યોગના પ્રયાસો સફળ રહ્યા છે. ફંડ્સે જાન્યુઆરી ૨૦૨૪માં અંદાજીત ૧૦ લાખ નવા રોકાણકારો ઉમેર્યા, જે ડિસેમ્બર ૨૦૨૩ કરતાં ૫૦% વધુ છે. છેલ્લી વખત મ્યુચ્યુઅલ ફંડ્સમાં ૧૦ લાખ રોકાણકારોનો સમાવેશ ફેબ્રુઆરી ૨૦૨૨માં થયો હતો. જાન્યુઆરીના અંતે કુલ રોકાણકારોની સંખ્યા ૪.૩ કરોડ હતી. કુલ પાન કાર્ડ નોંધણીઓને ધ્યાનમાં લઈને રોકાણકારોની કુલ સંખ્યાની ગણતરી કરવામાં આવી છે.
ફંડ ઉદ્યોગે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧ કરોડ રોકાણકારોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મની વધતી પહોંચ અને રોકાણકારોની જાગૃતિને કારણે રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મોટા ભાગના નવા રોકાણકારો ફિનટેક દ્વારા આવી રહ્યા છે. ડેટા દર્શાવે છે કે ૪૦% સિપ ડાયરેક્ટ પ્લાન્સમાં રજીસ્ટર થઈ રહી છે. તેમાંથી મોટાભાગના નવા રોકાણકારો છે. જાન્યુઆરીમાં, રોકાણકારોએ ૫૦ લાખથી વધુ નવા સિપ એકાઉન્ટ્સ શરૂ કર્યા હતા જ્યારે ડિસેમ્બર ૨૦૨૩માં આ સંખ્યા ૪૦ લાખ હતી. રોકાણકારોની બદલાતી પસંદગીઓને કારણે પણ આ વલણને મદદ મળી રહી છે. તેઓ હવે બચત કરવાને બદલે રોકાણ પર વધુ ભાર આપી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.