Home ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વતી માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ...

વિધાનસભા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વતી માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ પર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આપેલા જવાબના મહત્વપૂર્ણ અંશો

20
0

(જી.એન.એસ),તા.૨૬

ગાંધીનગર,

•             માર્ગ અને મકાન વિભાગ માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે કુલ રૂપિયા ૨૨૧૬૩ કરોડ ની માતબર રકમની ફાળવણી રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જે  વર્ષ 2000-2001 ની ફાળવણીથી ૪૨.૨૨ ગણું તથા ગત વર્ષના વિક્રમજનક 71% જેટલા વધારાનો આ અભિગમ ચાલુ રાખતાં ગત વર્ષ કરતાં ૧૦% નો વઘારો

•             વિભાગની કુલ ફાળવણી પૈકી  યોજનાકીય જોગવાઇ રૂા.૧૮૭૦૮.૨૮ કરોડ જે ફાળવણીમાં ખાસ અંગભુત યોજના માટે રૂા. ૧૩૧૩ કરોડની ૭.૦૨% જેટલી જોગવાઇ જયારે આદિજાતિ વિસ્તાર વિકાસ યોજના માટે રૂા. ૩૨૧૩.૬૭ કરોડની ૧૭.૩૦% જેટલી ફાળવણી 

•             વિભાગની કુલ ૩૬ નવી બાબતો માટે રૂા. ૧૬૯૨.૯૨ કરોડની ફાળવણી જયારે ચાલુ બાબતો માટે રૂા. ૧૭૦૫૮.૪૪ કરોડની જોગવાઇ.

•             રાજયનાં સૈાથી વઘુ મહત્વ ઘરાવતા અને સૈાથી વઘુ ટ્રાફીકનું વહન કરતા કોર રોડ નેટવર્ક વાળા માર્ગો રાજ્યનો મોટા ભાગનો ટ્રાફિક વહન કરે છે. તેમજ  આ માર્ગો ઉપર કરવામાં આવતી કામગીરી મોટા પ્રમાણના ટ્રાફીકને ઝડપી તથા સલામત વાહનવ્યવહારની સુવિઘા પુરી પાડે છે.  રાજ્યના કોર રોડ નેટવર્કને સુદ્રઢ કરવા માટે આગામી વર્ષોમાં હાથ ઘરાનાર રૂા. ૨૦૦૦ કરોડની અંદાજી રકમના નવા કામો માટે રૂા.૭૦૦ કરોડ જેવી જંગી રકમની જોગવાઇ.

•             ગુજરાત દેશના સૈાથી વઘુ ઔદ્યોગિક વિકાસ પામેલા રાજયોમાનું એક છે.  આ ઐાદ્યોગિકરણની પ્રગતિને જાળવી રાખવા અને ખાણ ખનિજ પેદાશોની સરળ, સલામત અને ઝડપી હેરાફેરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના જીઆઇડીસી એસ્ટેટ,ઔદ્યોગિક સંકુલો,ખાણ/ખનીજ ઉત્ખનન ક્ષેત્રને વિભાગ હસ્તકના રસ્તાઓ મારફતે મુખ્ય રસ્તાઓ,નેશનલ હાઇવે કે રાજ્ય ધોરીમાર્ગ સુધી જોડવા માટે નવી બાબત તરીકે ”રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ખાણ ખનિજ વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઈડનીંગ અને મજબૂતીકરણની કામગીરી”નો રૂપિયા ૧૨૦૦ કરોડની અંદાજી રકમથી સમાવેશ કરી રૂપિયા ૪૫૦ કરોડની જોગવાઇ.

•             સૈાથી વઘુ લાંબો દરીયાકિનારો ઘરાવતા રાજયના બંદરોના વિકાસની શકયતાઓને વિસ્તારવા માટે બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુધારણા, વાઈડનીંગ તથા મજબુતીકરણ માટેનાં નવા કામો હાથ ઘરવા રૂપિયા 800 કરોડની અંદાજી રકમથી સમાવેશ કરી રૂપિયા 300  કરોડની જોગવાઇ 

•             રાજ્યના સુવિકસીત વિશાળ માર્ગો અને પુલોના નેટવર્કની જાળવણી માટે નિયમિતપણે અને નિયત પઘ્ઘતિએ આ નેટવર્કની પરિસ્થિતિનું સમયસર આકલન થાય તે માટે અલગથી રૂા.૧૦૦ કરોડની અંદાજી રકમની નવી બાબતનો સમાવેશ તથા તે માટે રૂા.૩૫ કરોડની જોગવાઇ

•             નાગરીકોને તમામ સુવિઘાઓ એક જ સ્થળેથી મળી રહે તેવા રાજય સરકારના અભિગમને આગળ વઘારવા અને રાજયના વહીવટને સુચારૂ રૂપે ચલાવતા વહીવટીતંત્રની જરૂરીયાતને અનુલક્ષીને કેટલીક નવી બાબતોનો સમાવેશ કે જેમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની અને બંધારણીય કચેરીઓ માટે બહુમાળી મકાનો, વસ્ત્રાપુર અમદાવાદ ખાતે વિવિઘ કચેરીઓ માટે બહુમાળી મકાન, તથા રાજયના અન્ય જીલ્લા અને તાલુકા મથકોએ બહુમાળી મકાનોનાં બાંઘકામ માટે નવી બાબતોનો કુલ રૂા.૫૯.૬૩ કરોડની જોગવાઇ સાથે સમાવેશ.

અન્ય મહત્વની ચાલુ બાબતોની જોગવાઇ

•             ગુજરાતના સુદ્રઢ કનેકટીવીટી ઘરાવતા તમામ તાલુકાઓના મુખ્ય મથકોને જોડતા માર્ગોને સમયાંતરે સુઘારણા કરવા કે અપગ્રેડ કરવા અમલમાં મુકવામાં આવેલ યોજના તાલુકા થી તાલુકાને જોડતા રસ્તાઓની સુધારણા/ મજબુતીકરણ માટે રૂા.૨૩૯૪.૯૮ કરોડની જોગવાઇ

•             નવા પુલોનાં બાંઘકામ, હયાત પુલોના મજબુતીકરણ/પુન: બાંઘકામ તથા રાજય ઘોરીમાર્ગોનાં અગત્યના જંકશન પર ફલાયઓવર/ અન્ડરપાસ જેવી ગ્રેડ સેપરેટરની સુવિઘા માટે રાજય સરકાર દ્વારા રૂા.૯૩૭.૨૬ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ

•             રાજયની ગત વર્ષોમાં શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી યોજનાઓ જેવી કે કોસ્ટલ હાઇવે ડેવલપમેન્ટ, રાજ્યના પ્રવાસન સ્થળો દ્વારકા-શિવરાજપુર, પાવાગઢ-જાંબુઘોડા (રીંછ અભયારણ્ય), ધોરડો-ધોળાવીરા, વડનગર-ઘરોઇ-અંબાજી, સાસણ-સોમનાથ-દીવ, એકતાનગરને જોડતા રસ્તાઓને ટુરીસ્ટ સરકીટ અન્વયે વિક્સાવવા તથા પરિક્રમાપથના માર્ગો માટે કુલ રૂા. ૧૦૬૦.૮૯ કરોડની જોગવાઇ

•             રાજયનાં અતિ મહત્વના ૭ માર્ગોને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે તથા ભરૂચ-દહેજ માર્ગને એકસેસ કંટ્રોલ હાઇવે તરીકે વિકસાવવા ચાલુ વર્ષથી જ જરૂરી પ્રક્રીયા હાથ ઘરેલ છે જે પૈકીના ૩ કામો શરૂ થવા પણ જઇ રહેલ છે ત્યારે આ માર્ગો માટે તેમજ આગામી વર્ષે નવા આર્ટેરીયલ માર્ગોને હાઇસ્પીડ કોરીડોરમાં ૫રીવર્તીત કરવા રૂા.૨૨૨.૩૬ કરોડની જોગવાઇ

•             રાજય સરકાર દ્વારા ગ્રામ્ય રસ્તાઓને પણ પુરતું મહત્વ આપવામાં આવે છે જે પ્રણાલિકાને આગળ ઘપાવતા પંચાયત રસ્તાઓ માટે અભુતપુર્વ એવી રૂા.૭૧૫૬.૩૧ કરોડની જોગવાઇ આગામી વર્ષના બજેટમાં કરવામાં આવેલ છે. જેમાં નોન-પ્લાન રસ્તા (કાચા મેટલ થી ડામર), કિસાન પથ/સુવિધાપથ, હયાત કોઝવેના સ્થાને ઉંચા પુલો/સ્ટ્રકચર, ખૂટતી કડી/નાળા, અન્ય જિલ્લા માર્ગ/મુખ્ય જિલ્લા માર્ગ/થ્રુ રૂટ વાઇડનીંગ,  બાકી રહેલ ગામો/ પરાને પ્રથમ વખત જોડાણ તથા આદીજાતી વિસ્તારો કે વન વિસ્તારોના રસ્તાઓનો સમાવેશ. 

•             ગ્રામ્ય વિસ્તારોમાં બારમાસી રસ્તાઓની સુવિઘા વઘારતી શાળાએ જવા તથા આરોગ્ય કેન્દ્ર સુધી જવા પાકા રસ્તા તથા પુલોનાં બાંધકામ માટેની બાબત અંતર્ગત કુલ રૂા.૨૪૬ કરોડની જોગવાઇ

•             ગુણવતા નિયમન તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માર્ગ અને મકાન વિભાગ હેઠળના ગુણવત્તા નિયમન તંત્રમાં વઘુ ૪ વિભાગીય કચેરીઓ કાર્યરત તથા કામગીરી નિયત સ્પેશીફીકેશન અને સ્ટાન્ડર્ડ અનુસારની રહે તે માટે કામોનું સતત અને સઘન નીરીક્ષણ.

•             વિભાગમાં સચિવાલય કક્ષાથી ક્ષેત્રીય કચેરીઓ સુઘીના વહીવટીતંત્રને સુદ્રઢ બનાવવાના હેતુથી તેમજ બજેટ અને કાર્યભારણના વઘારાને અસરકારક રીતે  પહોંચી વળવા ઉભી કરવામાં આવેલ વિવિઘ કેડરની કુલ 791 નવી જગ્યાઓ. 

•             ગુજરાત ખાતે આઇ.આર.સી.નાં ૮૨માં અઘિવેશનનાં મહાત્મા મંદિર ગાંઘીનગર ખાતે તા.૨ થી ૫ ડીસેમ્બર દરમ્યાન કરવામાં આવેલ સફળતાપુર્વકનાં આયોજન દ્વારા દેશભરમાંથી આવતા હાઇવે એન્જીનીયરીંગના નિષ્ણાંતો, જુદી જુદી રાજય સરકાર તથા કેન્દ્ર સરકારના માર્ગ નિર્માણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઇજનેરો તેમજ આ ક્ષેત્રમાં કામ કરતાં ખાનગી ક્ષેત્રના ઇજનેરો સાથે જુદાજુદા ટેકનીકલ સેમીનારની હારમાળા દ્વારા અદ્યતન ટેકનોલોજીકલ આદાન-પ્રદાન તથા આ સર્વેાચ્ચ સંસ્થાની કાઉન્સીલ ટીમનાં સભ્ય તરીકે વિભાગનાં અને ગુજરાતનાં મહત્તમ ઇજનેરોની થયેલ પસંદગીથી ગુજરાતનું વઘેલ પ્રતિનિઘિત્વ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleસુરત જિલ્લામાં સચિન, ભેસ્તાન અને બારડોલી, ઉત્રાણ, સાયણ, કિમ અને કોસંબા રેલવે સ્ટેશનોને અમૃત સ્ટેશનના સ્વરૂપમાં પુનઃવિકાસ કરાશે