(G.N.S) dt. 13
ગાંધીનગર,
રેતીનું બિનઅધિકૃત વહન કરનારા સામે જિલ્લા કલેક્ટરશ્રીની લાલ આંખ
ગાંધીનગરમાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનારા તત્ત્વો સામે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ લાલ આંખ કરીને આવા ૧૩ ડમ્પરો જપ્ત કરી કુલ આશરે રૂ. ૩ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયા મુજબ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરશ્રી એમ. કે. દવેની સૂચના અન્વયે ગાંધીનગરના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ તેમની ટીમ સાથે તા ૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ જુદી જુદી ચેકપોસ્ટ ઉપર રાત્રીના સમયે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન પીપળજ ચેકપોસ્ટ, પીપળજ ખાતેથી સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ 13 ડમ્પર વાહનો જપ્ત કરી કુલ મળીને આશરે 3 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ચેકીંગ દરમિયાન જે ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા તેમાં (1) GJ-18-BT-9119 (2) GJ-18-BT-2411 (3) GJ-18-BV-4190 (4) GJ-35-T-4896 (5) GJ-18-BV-1355 (6) GJ-18-BT-6002 (7) RJ-15-GA-7756 (8) GJ-18-AZ-8762 (9) GJ-06-AT-2441 (10) GJ-13-AW-8900 (11) GJ-01-DZ-0835 (12) GJ-01-KT-6725 (13) GJ-01-FT-9047 નો સમાવેશ થાય છે. બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનારા આ કસુરદારો વિરૂધ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) – નિયમો ૨૦૧૭ હેઠળ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.