Home ગુજરાત ગાંધીનગર મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, ગાંધીનગરની ટીમે રાત્રે આકસ્મિક ચેકીંગ કરીને રેતીની બિનઅધિકૃત હેરફેર કરતાં...

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, ગાંધીનગરની ટીમે રાત્રે આકસ્મિક ચેકીંગ કરીને રેતીની બિનઅધિકૃત હેરફેર કરતાં ૧૩ ડમ્પર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

23
0

(G.N.S) dt. 13

ગાંધીનગર,

રેતીનું બિનઅધિકૃત વહન કરનારા સામે જિલ્લા કલેક્ટરશ્રીની લાલ આંખ

ગાંધીનગરમાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનારા તત્ત્વો સામે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ લાલ આંખ કરીને આવા ૧૩ ડમ્પરો જપ્ત કરી કુલ આશરે રૂ. ૩ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.


મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયા મુજબ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરશ્રી એમ. કે. દવેની સૂચના અન્વયે ગાંધીનગરના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીએ તેમની ટીમ સાથે તા ૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ જુદી જુદી ચેકપોસ્ટ ઉપર રાત્રીના સમયે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન પીપળજ ચેકપોસ્ટ, પીપળજ ખાતેથી સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ 13 ડમ્પર વાહનો જપ્ત કરી કુલ મળીને આશરે 3 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


આ ચેકીંગ દરમિયાન જે ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા તેમાં (1) GJ-18-BT-9119 (2) GJ-18-BT-2411 (3) GJ-18-BV-4190 (4) GJ-35-T-4896 (5) GJ-18-BV-1355 (6) GJ-18-BT-6002 (7) RJ-15-GA-7756 (8) GJ-18-AZ-8762 (9) GJ-06-AT-2441 (10) GJ-13-AW-8900 (11) GJ-01-DZ-0835 (12) GJ-01-KT-6725 (13) GJ-01-FT-9047 નો સમાવેશ થાય છે. બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનારા આ કસુરદારો વિરૂધ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) – નિયમો ૨૦૧૭ હેઠળ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ યાદીમાં જણાવાયું છે.


This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લા બે વર્ષમાં લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ હેઠળ રૂ.૨૮૭.૦૯ લાખના ખર્ચે કુલ ૩૯૩ હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ
Next article300 એકરમાં ફેલાયેલું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ 16 ફેબ્રુઆરીથી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (AFI)ની ફ્લેગશિપ ઈવેન્ટ-NIDJAM ની 19મી આવૃત્તિનું આયોજન કરશે