(જી.એન.એસ.) મદુરાઇ, તા.26
યોગગુરૂ બાબા રામદેવના વિચારોમાં 2019ની ચૂંટણી પહેલાં પરિવર્તન આવ્યું છે કે શું? 2014મા લોકસભાની ચૂંટણીમાં નમો…નમો કરનાર બાબા રાદમેવને હવે આગામી વડાપ્રધાન કોણ હશે? તેમ પૂછતા તેમણે કહ્યું કે હું તે અંગે કંઇ કહી શકતો નથી.
મદુરાઈમાં મંગળવારે લોકસભા ચૂંટણી અંગે રામદેવે મોટું નિવેદન કરીને કહ્યું કે રાજકારણની સ્થિતિ ખૂબ જ દુવિધાપૂર્ણ છે. આપણે કહી શકતા નથી કે આગામી વડાપ્રધાન કોણ હશે ?
યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે ‘હું કોઈનું સમર્થન પણ કરતો નથી અને વિરોધી પણ નથી. અમારું લક્ષ્ય સાંપ્રદાયિક કે હિન્દુ ભારત બનાવવાનું નથી. પરંતુ એક આધ્યાત્મિક ભારત અને આધ્યાત્મિક વિશ્વ બનાવવાનું લક્ષ્ય છે.’
બાબા રામદેવે પોતાના નિવેદનના માધ્યમથી દેશના એ રાજકારણનું ચિત્ર દેખાડવાની કોશિષ કરી જેમાં કૉંગ્રેસનો જનાધાર એક વખત ફરીથી વધી રહ્યો છે. કૉંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીએ હિન્દી પટ્ટીના ત્રણ મુખ્ય રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવી. ભાજપને આ ત્રણેય રાજ્યોમાં સત્તામાંથી બેદખલ થવું પડ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.