Home દુનિયા - WORLD તાઈવાનની ફોક્સકોન કંપની ભારતમાં 1200 કરોડનું રોકાણ કરશે

તાઈવાનની ફોક્સકોન કંપની ભારતમાં 1200 કરોડનું રોકાણ કરશે

62
0

(જી.એન.એસ),તા.૦૮

તાઈવાનની સૌથી મોટી કંપની ફોક્સકોન ભારત માટે નવું નામ નથી. Appleની સૌથી મોટી ઉત્પાદક ફોક્સકોન ભારતમાં વધુ મજબૂતીથી પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે કંપનીએ ભારતમાં સેમિકન્ડક્ટર બિઝનેસમાં પ્રવેશવાનું નક્કી કર્યું. જેના માટે કંપનીએ પહેલા વેદાંતા સાથે ભાગીદારી કરી હતી, પરંતુ બાદમાં ફોક્સકોને વેદાંતાનો સાથ છોડવો પડ્યો હતો. હવે જે સમાચાર આવ્યા છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. ફોક્સકોને દેશની સૌથી મોટી દાનવીર કંપની સાથે હાથ મિલાવ્યો છે. જે કંપની સેમિકન્ડક્ટર ચિપ્સ પર ફોક્સકોન સાથે મળીને કામ કરશે. ફોક્સકોને પણ તેની ફેક્ટરી સ્થાપવા માટે 1200 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. તમને એ પણ જણાવી દઈએ કે ફોક્સકોન દેશના અગ્રણી બિઝનેસમેન અને દાતાની કંપની સાથે મળીને ‘સેમિકોન’ પર કામ કરશે. તાઈવાની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોને HCL ગ્રૂપ સાથે ભાગીદારીમાં ભારતમાં ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ બનાવવા માટે બિડ આમંત્રિત કર્યા છે, એમ એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવાયું છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે પ્રારંભિક રોકાણ તરીકે રૂ.1,200 કરોડ ખર્ચવાનું નક્કી કર્યું છે.  

ફોક્સકોને કહ્યું કે તે પોતાની જમીન પર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે, જે તેણે પહેલેથી જ ખરીદી લીધી છે. ઉપરાંત, કંપની વતી કહેવામાં આવ્યું છે કે આ બિડ ફોક્સકોન હોન હાઈ ટેક્નોલોજી ઈન્ડિયા મેગા ડેવલપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આમંત્રિત કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં, સમાચાર બહાર આવ્યા હતા કે Foxconn ભારતમાં ચિપ પેકેજિંગ અને ટેસ્ટિંગ સાહસ શરૂ કરવા માટે ભારતના HCL ગ્રૂપ સાથે ભાગીદારી કરી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે તાઇવાનના કોન્ટ્રાક્ટ ઉત્પાદકનું એક યુનિટ ફોક્સકોન હોન હાઇ ટેક્નોલોજી ઇન્ડિયા મેગા ડેવલપમેન્ટ જોઇન્ટ વેન્ચરમાં 40 ટકા હિસ્સા માટે $37.2 મિલિયનનું રોકાણ કરશે. આઇફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સની વિશ્વની સૌથી મોટી એસેમ્બલર ફોક્સકોન, ભૌગોલિક રાજકીય તણાવને કારણે ભારતમાં વિસ્તરી રહી છે. તેમજ ચીનમાં સતત વધી રહેલી આર્થિક અનિશ્ચિતતાને કારણે કામ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ફોક્સકોન ભારતમાં iPhones બનાવતી સૌથી મોટી કંપની છે, જે કુલ ઉત્પાદનમાં 68 ટકા હિસ્સો ધરાવે છે. આ પછી, પેગાટ્રોન 18 ટકા અને વિસ્ટ્રોન (ટાટા) 14 ટકા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleRBIએ સતત છઠ્ઠી વખત પોલિસી વ્યાજ દરો યથાવત રાખ્યા
Next articleZomatoની વધુ બે દેશમાં કંપની બંધ કરવામાં આવી