Home દુનિયા - WORLD Zomatoની વધુ બે દેશમાં કંપની બંધ કરવામાં આવી

Zomatoની વધુ બે દેશમાં કંપની બંધ કરવામાં આવી

34
0

ઝોમેટોએ તેની 10 વિદેશી પેટાકંપનીઓ બંધ કરી

(જી.એન.એસ),તા.૦૮ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની 10 વિદેશી પેટાકંપનીઓ બંધ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે તે ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય લઈ રહી છે. જોકે આ બાદ પણ હજી પણ અન્ય દેશોમાંથી કારોબાર સમેટવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato એ દુનિયાભરમાંથી પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. જોકે હવે કંપનીએ તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર ભારત પર કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. આ વચ્ચે છેલ્લા એક વર્ષમાં, ઝોમેટોએ વિયેતનામ અને પોલેન્ડ સહિત વિશ્વભરમાં ફેલાયેલી તેની 10 સહાયક કંપનીઓનું વેચાણ કર્યું છે. મહત્વનું છે કે આજે મળી માહિતી મુજબ વધુ બે દેશોમાં કંપની બંધ કરી છે. લગભગ તમામ બજારોમાંથી બહાર નીકળી ગયા હોવા છતાં, Zomato હજુ પણ ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને UAE માં બિઝનેસ ચલાવી રહી છે.

કંપનીએ કહ્યું કે આ પેટાકંપનીઓ બંધ થવા છતાં તેના બિઝનેસ પર કોઈ અસર નહીં થાય. કંપનીએ વિદેશી બજારોમાં સક્રિય વ્યવસાયિક કામગીરી કરી ન હતી.   નાણાકીય વર્ષ 2023 ના અહેવાલ મુજબ, Zomato પાસે 16 પેટાકંપનીઓ, 12 સ્ટેપ ડાઉન પેટાકંપનીઓ અને એક સહયોગી કંપની હતી. તેમાં Zomato Payments, Blinkit Commerce અને Zomato Financial Servicesનો સમાવેશ થાય છે. હાલમાં હવે Zomato વિયેતનામ કંપની લિમિટેડ કંપની અને યૂરોપમાં પણ આ કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો કર્યો છે. તેણે જૂન ક્વાર્ટરમાં રૂ. 2 કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 36 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક 71 ટકા વધીને રૂ. 2,848 કરોડ થઈ છે. જોકે હાલમાં મળતી માહિતી મુજબ Zomato વધુ બે દેશમાં કામકાજ બંધ કરવા જય રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતાઈવાનની ફોક્સકોન કંપની ભારતમાં 1200 કરોડનું રોકાણ કરશે
Next articleબેટરી બનાવતી કંપનીએ રોકાણકારોને છેલ્લા 6 મહિનામાં 327.60 રૂપિયાનું વળતર આપ્યું