Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી વ્યાજ દરો યથાવત રાખ્યા

RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી વ્યાજ દરો યથાવત રાખ્યા

20
0

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે વર્ષ 2024 માટે પ્રથમ નાણાકીય નીતિ રજૂ કરી

મોનેટરી પોલિસીમાં પહેલાની જેમ જ રેપો રેટને 6.5 ટકા રાખવામાં આવ્યો

(જી.એન.એસ),તા.૦૮

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્ષ 2024 માટે પ્રથમ નાણાકીય નીતિ રજૂ કરી. સરકારના વચગાળાના બજેટની રજૂઆત બાદ તરત જ આવેલી આ નાણાકીય નીતિમાં રેપો રેટને પહેલાની જેમ જ 6.5 ટકા રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત છઠ્ઠી વખત પોલિસી વ્યાજ દરો યથાવત રાખ્યા છે. આના કારણે હવે સામાન્ય માણસને સસ્તી હોમ લોન કે કાર લોન EMIનો લાભ નહીં મળે. RBIએ ગયા વર્ષે ફેબ્રુઆરીની મોનેટરી પોલિસીમાં રેપો રેટ 6.5 ટકા નક્કી કર્યો હતો. આને હાલ માટે જાળવી રાખવામાં આવ્યું છે. ફુગાવાને નિયંત્રિત કરવાના તેના મુખ્ય ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ રજૂ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રિઝર્વ બેંકની આ અંતિમ નાણાકીય નીતિ છે. આ પછી, આગામી નાણાકીય નીતિ એપ્રિલમાં આવશે, જે નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ હશે.  

નાણાકીય નીતિ રજૂ કરતાં RBI ગવર્નર શક્તિકમ દાસે કહ્યું, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે, એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે, તો બીજી તરફ ફુગાવો નીચે આવ્યો છે. મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજ દરોમાં અનુકૂળ વલણ પાછું ખેંચવાનું વલણ જાળવી રાખ્યું છે. દેશનો આર્થિક વિકાસ ઝડપી થઈ રહ્યો છે અને મોટાભાગના વિશ્લેષકોના અંદાજોને વટાવી રહ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે દેશમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી હજુ પણ દેશના ફુગાવાના દરને અસર કરી રહી છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં અનિશ્ચિતતા યથાવત છે. જો કે, MPC દેશમાં મોંઘવારી દરને 4 ટકાના લક્ષ્યાંક પર રાખવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે વૈશ્વિક વૃદ્ધિ 2024માં સ્થિર રહેવાની ધારણા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલાલ સાગરમાં હુતી વિદ્રોહીઓએ બે જહાજો પર ડ્રોન હુમલો કર્યો
Next articleતાઈવાનની ફોક્સકોન કંપની ભારતમાં 1200 કરોડનું રોકાણ કરશે