Home ગુજરાત ભાજપ-એનડીએને હારાવા કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર ઃ શંકરસિંહ વાઘેલા

ભાજપ-એનડીએને હારાવા કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર ઃ શંકરસિંહ વાઘેલા

614
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.16

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીપંચને એક ખુલ્લો પત્ર લખીને ઈવીએમ મશીન અંગે જ્યાં સુધી મતદારોના મનમાંથી શંકા-કુશંકા દૂર ન થાય ત્યાં સુધી ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગણી કરી છે.

અનામત આપવાની દાનત હોય તો લોલીપોપ આપવાનું બંધ કરી કાયદો બનાવો
શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની અનામત આપવા અંગેની દાનત નથી એક તરફ સુપ્રિમે ૫૦ ટકાથી વધુ અનામત ન રાખવાનું જ્યારે સ્પષ્ટ જણાવેલું છે ત્યારે બધે લોલીપોપ આપવાનો કોઇ અર્થ નથી. બંધારણની જોગવાઇઓમાં રહીને કેન્દ્ર સરકાર પોતાની છે ત્યારે કાયદો બનાવવો જોઇએ. સબરીમાલાની જેમ કાયદો બની શકે,આઅંગે પણ દાનત હોય તો તે કરી શકાય તેમ છે.
હાર્દિક અંગે ના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર સામે અન્યાય માટે લડતા કોઇ પણ દુઃખી માણસ સાથે મારી સંવેદના,સહાનુભૂતી છે જ પછી તે ગમેતે હોય.

સાથે સાથે તેમણે જ્યાં સુધી બેલેટ પેપર દ્વારા ચૂંટણી ન થાય ત્યાં સુધી ઈવીએમ અને વીવીપીએટ મશીન અંગેની સરળ જાણકારી સામાન્યમાં સામાન્ય મતદારને મળે એવો પ્રચાર – પ્રસાર કરવાની માંગ કરી છે. એટલું જ નહીં તેમણે લોકસભાની ચૂંટણી વખતે તમામ મતદાન મથકોમાં વ્યાપટ મશીન મુકવા અને તેમાં જનરેટ થતી મતદાન આપ્યાની સ્લીપ ગણતરીમાં લેવાય તેવું ફરજીયાત કરવા પણ જણાવ્યું છે.

ખેડૂતોને છેતરવાનું બંધ કરે ભાજપ, દુધમાં પણ એમ.એસ.પી. લાગુ કરો
સરકારની નીતિ થી પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો દુઃખી છે,આત્મહત્યા કરી રહ્યા છે. સરકાર એમ.એસ.પી ના નામે ખેડૂતોને ન છેતરવા જોઇએ, સરકારને તંવું ન કરવા હું અપીલ કરું છું.ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ે પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો દુઃખી છે,આપઘાત કરી રહ્યા છે. સરકાર પાસે ભાવો નક્કી કરવા સજ્જ તંત્ર જ નથી.
તાજેતરમાં દુધના ભાવો પણ નીચા જઇ રહ્યા છે, પશુપાલકો માટે દુધ મુખ્ય આવક છે. સહકારી ક્ષેત્રને ખલાસ થતું બચાવવા માટે દુધમાં પણ એમ.એસ.પી. લાગુ કરવાની રાજ્ય અને કેન્દ્ર સમક્ષ હું માંગ કરું છું.સહકારી ક્ષેત્ર ખલાસ થતાં પ્રાઇવેટ લોકોનો પગ પેસારો સહેલાઇથી થઇ જવાની દહેશત પણ રહેલી છે.

વિક્રમ સંવતમાં નવા વર્ષમાં આયોજીત પત્રકાર પરિષદમાં તેમણે જાહેર કર્યું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના નથી. રાષ્ટ્રીય કક્ષાએ તેમની રાજકીય ભૂમિકા શું હશે તે અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં અને રાષ્ટ્ર્ય સ્તરે ભાજપને હરાવવા માટે જે કાંઈ કરવું પડે તે કરીશ. એના કારણોમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આપેલા વચનોમાં નિષ્ફળ ગયા છે. આ સરકારની સ્થિતિ વિમાન જેમ નોસ ડાઉન થઈને પડે તેમ એ પરિસ્થિતિમાં પહોંચી ગઇ છે અને દેશમાં મતદારોએ એનડીએની સરકારને હરાવવા માટે નિર્ણય કરી લીધો છે. રાષ્ટ્રીય કક્ષાએ તેઓ ભાજપની વિરૂદ્ધમાં ભાજપ વિરોધી તમામ રાજકીય પક્ષો એક મંચ પર આવે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. ભારતભ્રમણ ઝૂંબેશમાં તેમણે નવ રાજ્યોની મુલાકાત લઈ લીધી છે અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપની વિરૂદ્ધમાં મહાગઠબંધન મોરચો રચાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે ભાજપ વિરોધી પક્ષો ભલે એકબીજાથી અલગ હોય જેમ કે દાખલો આપતા તેમણે કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જી અને સામ્યવાદીઓ સામ સામે છે. સામ્યવાદીઓ અને કોંગ્રેસ સામ સામે છે. મમતા બેનર્જી અને કોંગ્રેસ પણ સામ સામે છે. તેમ છતાં લોકસભાની ચૂંટણીમાં આ રાજકીય પક્ષો સ્થાનિક કક્ષાએ એકબીજાની સામે ચૂંટણી લડશે તો પણ ભાજપ વિરોધી પક્ષોની 300 બેઠકો આવશે અને આ પક્ષો એકમંચ પર આવીને વડાપ્રધાન કોણ બને તેનો નિર્ણય કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપ કે એનડીએ કોઈકાળે જીતવાના નથી.

કેન્દ્રમાં એનડીએની નહીં પણ એન્ટી બીજેપી સરકાર બનશે
શંકરસિંહ વાધેલાએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તરમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ભાજપને હરાવવા માટે જે કરવું પડશે તે કરીશ.તેની વિરોધના કોઇ પણ પક્ષ કે સક્ષમ ઉમેદવાર માટે હું મારી તાકાત લગાડીશ.આવખતે એનડીએની નહીં પણ એન્ટી બીજેપી સરકાર કેન્દ્રમાં બનવાની છે. ગઠબંધનમાં સાથે નહીં હોય તો પણ બીજેપી વિરોધી પક્ષો ભેગામળી સરકાર બનાવશે અને તે પુરા પાંચ વર્ષ ચાલવાની છે.

એનડીએની નહીં પરંતુ યુપીએની જેમ મોરચાવાળી સરકાર આકાર લેશે અને તે માટેના જે કાંઈ પ્રયાસ કરવા પડે તે હું કરીશ. ખેડૂતના પ્રશ્નો અંગે તેમણે કહ્યું કે ગુજરાત અને કેન્દ્ર સરકાર એમએસપી મિનિમમ સપોર્ટીંગ પ્રાઈઝ જાહેર કરે છે પરંતુ તેના વાસ્તવિક અમલ માટે જે મિકેનિઝમ ગોઠવવાવું જોઇએ તે ગોઠવાતું નથી. પરિણામે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે. અમૂલ અને અન્ય ડેરીઓ દૂધના ભાવ ઘટાડી રહ્યાં છે તે અંગે તેમણે કહ્યું કે ગુજરાત અને કેન્દ્ર સરકાર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધનાં ભાવમાં પણ કૃષિ ઉપજની જેમ એમએસપીની સિસ્ટમ દાખલ કરવી જોઇએ જેથી દૂધ ઉત્પાદકોને નુકસાન ન થાય અને ડેરીઓને જે નુકશાન થતું હોય તે તફાવતની રકમ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે આપવી જોઇએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્વચ્છતાનો પ્રચાર કરનાર માહિતી ખાતાની કચેરીમાં જ ગંદકીનું સામ્રાજય…?
Next articleભાજપના જુઠ્ઠાણાની પોલ ખુલી….શંકરસિંહની ભલામણથી જ એરપોર્ટ સાથે સરદાર પટેલનું નામ જોડાયું હતું