પ્રદુષણમુક્ત તથા સુવિધાઓથી સજ્જ હરિયાળા ભારતનું ભવિષ્ય બનશે ટોયોટાની હાઇડ્રોજન MIRAI કાર
(જી.એન.એસ),૧૩
ગાંધીનગર,
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 માં આજના અંતિમ દિવસે મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો. આ ડોમમાં ટોયોટા કંપની દ્વારા પ્રદર્શિત હાઇડ્રોજનયુક્ત MIRAI કાર અને ટ્રકે કાર રસિયાઓ તથા ઉદ્યોગપતિઓ માટે ઉત્સુકતા વધારી છે. આ કાર અને ટ્રક ભારતમાં નજીકના ભવિષ્યમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર માટે જરૂરી હાઈડ્રોજનના ફ્યુઅલ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે જે યોગ્ય હાઈડ્રોજનયુક્ત ઇંધણ પૂરું પાડશે.
બ્લુ રંગની સુંદર ડિઝાઇનવાળી મનમોહક કાર જેમાં હાઈડ્રોજનના ત્રણ ટેન્ક આપવામાં આવ્યા છે અને તેની કેપેસિટી 5.6 કિલો છે. આ કારના ઉપયોગથી પ્રદૂષણ ઘટશે અને આ કાર તથા ટ્રક ભવિષ્યમાં નાગરિકો માટે સસ્તો, સરળ, પ્રદૂષણરહિત અને અધ્યતન વિકલ્પ બનશે. કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ પણ ઘટશે. હાઇડ્રોજનયુક્ત કાર એ કુદરતી સંસાધનોનું ઉત્તમ ઉદાહરણ છે જે ભવિષ્યમાં પેટ્રોલ, ડીઝલ માટે એક અદભુત વિકલ્પ બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.