Home ગુજરાત ગાંધીનગર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’: વિવિધ પેવેલિયનની મુલાકાત લેતા વિધાનસભા અધ્યક્ષ શ્રી...

‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’: વિવિધ પેવેલિયનની મુલાકાત લેતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

36
0

(જી. એન. એસ) તા. ૧૧

ગાંધીનગર,

VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે મુલાકાત કરીને જરૂરી માહિતી મેળવી હતી.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ૧૨ નંબરના પેવેલિયનમાં રિવર્સ બાયર સેલર મીટ -RBSM દરમિયાન ભારત સહિત વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે વાર્તાલાપ કરીને ગુજરાતમાં રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાત વેળાએ અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓએ ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી પેવેલિયનની મુલાકાત લીધી હતી.જેમાં ઇસરો દ્વારા ચંદ્રના અભ્યાસ માટે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલ ‘ચંદ્રયાન-૩’ની પ્રતિકૃતિ તેમજ સૂર્યના અભ્યાસ માટે કાર્યરત ‘આદિત્ય-L1’ મિશન અંગેના પ્રદર્શનને રસપૂર્વક નિહાળીને ઈસરોના વૈજ્ઞાનિકો તેમજ માઈક્રોનના ઇજનેરો સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એનર્જી પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે એનર્જી
પ્રોજેક્ટ,ડિસીલિનેશન પ્લાન્ટ,એગ્રો બેઝડ સોલાર બેટરી,એનર્જી સ્ટોરેજ સિસ્ટમ તથા પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ તેમજ જીએસપીસીના સ્ટોલની મુલાકાત કરીને જરૂરી વિગતો મેળવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર”માં સહભાગી થયાં
Next articleવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેકહોલ્ડર્સ માટે ગુજરાત મોકાનું સ્થાન : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ