(G.N.S) dt.
ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ, સરકારનો અડગ નિર્ધાર, નાગરિકોને ઘેર બેઠા મળી યોજનાઓની વણઝાર
વિકાસ યાત્રાને ઉત્સાહથી આવકારતા ગ્રામજનો
લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરા અને ઝાક ગામેથી પ્રારંભ થયો હતો. આવી પહોંચ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી હસમુખ પટેલ તથા દહેગામનાં ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કુમારિકાઓના હસ્તે અક્ષત, કુમકુમ અને પુષ્પો દ્રારા પરંપરાગત રીતે રથના વધામણાં કરાયા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને આવાસ, આયુષ્યમાન કાર્ડ, ઉજજવલા તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિકાસ યાત્રાના શુભારંભ અવસરે વિવિધ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક સંવાદ અને વક્તવ્યનું જીવંત પ્રસારણ ગ્રામજનોએ નિહાળ્યું હતું.
આ તકે સાંસદશ્રી હસમુખ પટેલે જણાવ્યું હતું કે સરકાર ઘર ઘર સુધી સરકારી યોજનાઓના લાભ આપવા વિકાસ રથના સ્વરૂપે પહોંચી રહી છે ત્યારે ગામના કોઈપણ વ્યક્તિ યોજનાની જાણકારીના અભાવે લાભથી વંચિત ન રહે તેનુ ધ્યાન રાખવાનું છે.
મહત્વનું છે કે, દહેગામનાં કડાદરા ગામમાં પાત્રતા ધરાવતા ૧૦૦ ટકા લોકોને ઉજવલા યોજના થકી રાંધણ ગેસની સુવિધા પ્રાપ્ત થયેલ છે. તેમજ ગામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની કામગીરી પણ થઈ રહી છે.દહેગામના આ બંને ગામોમાં સરકારી યોજનાઓ ઘરઘર સુધી પહોંચે તે માટે ગ્રામ પંચાયત પણ પ્રયત્નશીલ છે. આ અવસરે સ્વચ્છતાની સુંદર કામગીરી બદલ કડાદરા ગામને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત જુદી જુદી યોજનાના લાભાર્થીઓએ સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ સભ્ય શ્રી હસમુખ પટેલ, દહેગામ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી હિતેન્દ્રભાઈ સરપંચશ્રી, આંગણવાડી કાર્યકરો, જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.