Home દેશ - NATIONAL પુલવામા હુમલોઃ 16 વર્ષનો ફિદાયીન નીકળ્યો પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર

પુલવામા હુમલોઃ 16 વર્ષનો ફિદાયીન નીકળ્યો પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર

460
0

(જી.એન.એસ.)શ્રીનગર.તાં.૧
જમ્મુ-કાશ્મીરના પુલવામાં સેક્ટરમાં અવંતીપુરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ભારતીય સૈન્યના 5 જવાન શહીદ થઈ ગયા. જવાબમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા. જેમાંથી એક આતંકીની ઓળખ શ્રીનગરમાં તહેનાત એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર તરીકે થઈ છે.
ફિદાયીન આતંકી ફરદીન અહમદ ખાંડે ફક્ત 16 વર્ષનો હતો. થોડા મહિના પહેલા જ તે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં શામેલ થયો હતો. ફરદીનના પિતા ગુલામ મોહમ્મદ ખાંડે જમ્મુ-કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ આતંકી હિઝબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર બોય રહેલા બુરહાન વાણીના ત્રાલ ગામનો રહેવાશી હતો. 10માં ધોરણમાં અભ્યાસ દરમિયાન જ તે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાઈ ગયો હતો. ત્રણ-ચાર મહિનામાં તેનું એવું તો બ્રેઇન વોશ કરવામાં આવ્યું કે તે ફિદાયીન હુમલાખોર બની ગયો હતો. સીઆરપીએફના જણાવ્યા પ્રમાણે બીજા આતંકીની ઓખળ મંજૂર બાબના નામે થઈ છે. 22 વર્ષનો મંજૂર પુલવામાનો જ રહેવાશી છે. તેના પિતાનું નામ અલી અહમદ છે. ત્રીજા આતંકીની કોઈ ઓળખ થઈ શકી નથી.
એવું કહેવામાં આવે છે કે, ત્રીજો આતંકી સાંજ સુધી બિલ્ડિંગમાં છૂપાઈ રહ્યો હતો. સીઆરપીએફએ બિલ્ડિંગના ઉપરના ભાગને બ્લાસ્ટથી ઉડાવી દીધો હતો. ત્યાર બાદ ફાયરિંગનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલના પુત્રની ફિદાયીન તરીકે ઓળખ થયા બાદ સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પરેશાન છે. 2003માં આવો જ કેસ સામે આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સ્થાનિક યુવકો આતંકવાદની પ્રવૃત્તિમાં સામેલ ન થાય તે માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ માટે એક હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવી છે. જોકે, તમામ પ્રયાસો છતાં સ્થાનિક આતંકીઓ સામે આવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field