Home મનોરંજન - Entertainment સ્ટ્રે ડૉગ્સ વિશે રસપ્રદ ફિલ્મ બનશે -પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ

સ્ટ્રે ડૉગ્સ વિશે રસપ્રદ ફિલ્મ બનશે -પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ

600
0

(જી.એન.એસ.)મુંબઇ.તાં.૧
ઇન્ટરનેશનલ ગણાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટનો સંપર્ક સાધીને પોતે આલિયા સાથે સ્ટ્રે ડૉગ્સ વિશે ફિલ્મ બનાવવા માગે છે એવી વાત કરી હતી. ૨૦૧૫માં પ્રિયંકાએ પોતાની ફિલ્મ કંપની પર્પલ પેબલ્સ પિક્ચર્સ સ્થાપી હતી અને ત્યારપછી વિવિધ ભાષામાં ફિલ્મો બનાવવાની શરૃઆત કરી હતી. એની મરાઠી અને પંજાબી ફિલ્મો તો એવોર્ડ વિજેતા સાબિત થઇ હતી. તાજેતરમાં પ્રિયંકાએ આલિયા ભટ્ટ સાથે એક લાંબી બેઠક યોજી હતી. એ વિશે બોલતાં એક પ્રવક્તાએ કહ્યું કે આ વાત સાચી છે. પ્રિયંકાએ આલિયા સાથે બેઠક યોજી હતી અને બંને એક ફિલ્મ સાથે કરવાના છે. બંને વચ્ચે બહુ સારો મનમેળ છે. ‘આલિયાને પ્રિયંકા દ્વારા પ્રસ્તુત કરાયેલો વિષય ગમ્યો હતો પરંતુ હાલ એની સમસ્યા એ છે કે એની પાસે તારીખો નથી. એ એક કરતાં વધુ ફિલ્મો સાથે સંકળાયેલી છે. ઝોયા અખ્તરની રણવીર સિંઘ સાથે ગલી બૉય, અયાન મુખરજીની રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર અને મેઘના ગુલઝારની રાઝી…આ સંજોગોમાં એને પ્રિયંકાએ રજૂ કરેલો વિષય ગમ્યો હોવા છતાં એ તરત કમિટ કરી શકે એેમ નથી’ જો કે આલિયાએ પ્રિયંકાને પોતાની સમસ્યા વર્ણવી હતી અને પ્રિયંકાએ પણ એ સમસ્યા સમજી લઇને પોતે કશુંક કરશે એવી ખાતરી આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆનંદ એલ રાયની ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ થશે
Next articleઅનુપમે ૫૧૧મી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું