Home મનોરંજન આનંદ એલ રાયની ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ થશે

આનંદ એલ રાયની ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ થશે

414
0

(જી.એન.એસ.)મુંબઇ .તાં.૧
બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાને પોતાના ચાહકોેને નવા વરસે બે શુભ સમાચાર આપવાનો વાયદો કર્યો હતો. પહેલો વાયદો આનંદ એલ રાયની ફિલ્મના ફર્સ્ટ લૂકને રજૂ કરવાનો હતો. આનંદ એલ રાયની આ ફિલ્મમાં શાહરુખ પહેલીવાર વહેંતિયાનો રોલ કરી રહ્યો છે. જો કે આનંદ એલ રાયે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે કમલ હાસનની ફિલ્મ અપ્પુ રાજાની જેમ કશું કરવાના નથી. અમે લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખને ઠિંગણો દેખાડવાના છીએ. શાહરુખની છેલ્લી કેટલીક ફિલ્મો રઇસ, ફેન, જબ હેરી મેટ સેજલ વગેરે બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી એટલે એને એક હિટ ફિલ્મની તાતી જરૃર છે. અત્યાર સુધી આનંદ એલ રાયની ફિલ્મ વિશે કશું જાહેર કરાયું નહોતું. હવે ફર્સ્ટ લૂક જાહેર કરવાની ખાતરી શાહરુખે પોતાના ફેન્સને સોશ્યલ મિડિયા પર આપી હતી. આ ફિલ્મમાં એની સાથે ટોચની અભિનેત્રીઓ કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા મહત્ત્વના રોલમાં ચમકી રહી છે. એક સવાલના જવાબમાં એણે એવી પણ માહિતી આપી હતી કે મેં પહેલાં કરતાં સિગારેટ ઓછી કરી નાખી છે. હવે હું ચેઇન સ્મોકર રહ્યો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહોટ ઇશા ગુપ્તા નવા વર્ષમાં સાઉથની ફિલ્મમાં દેખાશે
Next articleસ્ટ્રે ડૉગ્સ વિશે રસપ્રદ ફિલ્મ બનશે -પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ