– સંઘ અને ગુરુજીની રાષ્ટ્રઘડતરની વિચારધારા, વાજપેયીની એકાત્મતાવાદની વિચારધારાને ભાજપ ભૂલી જઈને સત્તા લાલસામાં તમામ મર્યાદાઓ વટાવી
(હર્ષદ કામદાર)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. જો કે આ વખતની ચૂંટણીમાં ગઈ વખત કરતા વધુ આયામો ઉમેરાયા છે. પરિણામેં આ ચૂંટણીઓ હાલમાં દેશ આખા માટે મહત્વની બની ગઈ છે. ૨૨ વર્ષ સુધી સત્તા ભોગવનાર ભાજપે આ ચૂંટણીમાં જીતવા માટે જે રીત-રસમો અપનાવી છે તેની ચારેકોર ચર્ચા ચાલી રહી છે. ભાજપે પ્રતિસ્પર્ધી કોંગ્રેસને હરાવવા ત્રણવાર હુમલો કર્યો પરંતુ તેમાં ભાજપ સફળ તો ના થયુ પણ હવે ભાજપની એવી આલોચના થઇ રહી છે. ભાજપે ચૂંટણીઓ જીતવા સંઘની વિચારધારાને, હેડગેવાર અને ગુરુજીએ દર્શાવેલા માર્ગથી ચલિત થઈને સત્તા લાલસામાં સંઘના પથથી અલગ પડીને જે રસ્તો અપનાવ્યો છે તે કેટલા અંશે વાજબી છે? એવો પ્રશ્ન પણ સંઘના સનિષ્ઠ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે.
રાજકીય નીરીક્ષકો ભાજપ અને સંઘના વરિષ્ઠોને ટાંકીને વર્તમાન ચૂંટણીમાં ભાજપની ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓને જોઇને કહે છે કે સંઘના ગુરુજી કે અટલજીએ ક્યારેય પણ હરીફ પક્ષના નેતાઓ સામે વ્યક્તિગત આક્ષેપ કે ચારિત્ર્યહનનનો ક્યારેય આશરો લીધો ન હતો. માત્ર એક વોટથી વાજપેયીની સરકાર પડી ગઈ છતાં વાજપેયીએ એક વોટ ખરીદવા કોઈ ખરીદ- વેચાણની ખોટી રીત-રસમ અપનાવી ન હતી. તેના બદલે ભાજપે સત્તા લાલસામાં વ્યક્તિગત બાબતોને અગ્રતા આપીને કોંગ્રેસના સિનીયર અહમદ પટેલની સામે આતંકી કનેકશનનો પ્રયાસ કર્યો, પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલની સીડી બહાર પાડી અને જેઓ વડાપ્રધાનને ગાળો ભાંડતા હતા તેવાઓને પક્ષમાં લીધા અને પ્રવક્તા બનાવવા એટલુ બાકી હોય તેમ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો હિંદુ અને બિનહિંદુ વિવાદ જગાવવાનો નિરર્થક પ્રયાસ કરીને તેમાં સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને બદનામ કરવાનો જે પ્રયાસ કર્યો તે સંઘની વિચારધારાને અનુરૂપ છે? એવો પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે.
રાજકીય નિરીક્ષકો એમ પણ કહે છે કે ભાજપે આ ત્રણ પ્રયાસો કર્યા પરંતુ તેમાં સફળતા મળી નથી આતંકી કનેક્શનવાળા આતંકીઓ ક્યા છે કોઈને ખબર નથી, હાર્દિક પટેલ સીડી કાંડ પછી ભૂગર્ભમાં જવાને બદલે મેદાનમાં સામે આવ્યો અને હિંદુ તથા બિનહિંદુના મામલે ભાજપે રાહુલ ગાંધીની રાજકીય ઉંચાઈ વધારવાનું કામ કરીને પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. સંઘ અને ગુરુજીની રાષ્ટ્રઘડતરની વિચારધારા, વાજપેયીની એકાત્મતાવાદની વિચારધારાને ભાજપ ભૂલી જઈને સત્તા લાલસામાં તમામ મર્યાદાઓ વટાવી રહ્યું હોવાની છાપ સંઘના કાર્યકરોમાં જોવા મળી રહી છે. ૨૨ વર્ષમાં જો ખરેખર પ્રજાકીય કામો થયા હોય તો ભાજપે ચૂંટણી પ્રચારમાં આખી કેન્દ્રીય કેબિનેટને મેદાનમાં ઉતારવી ના પડે. પ્રજાના કામો થયા હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષને ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરવું ના પડે? દરેક ચુંટણીમાં મતદારોએ ભાજપને ખોબલે ખોબલે મતો આપ્યા અને પોતાનું ભલું થશે એવી આશા રાખી હતી. વાજપેયીએ સત્તાલાલસા માટે ક્યારેય સંઘના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી નહોતી. પરંતુ ગુજરાતમાં જાણે કે ભાજપ હારી જશે તો ભાજપના માથે મોટી આફત આવી પડશે તેવી બીક ભાજપ કેમ રાખે છે? જો ભાજપે ૨૨ વર્ષમાં કોઈ ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો ડરવાની શું જરૂર છે? ભાજપે વ્યક્તિગત આક્ષેપો અને કોનો ધર્મ કયો છે તે જોવાને બદલે પ્રજા સમક્ષ ૨૨ વર્ષનો રીપોર્ટ કાર્ડ રજૂ કરે. જો ખરેખર પ્રજાના કામો થયા હશે તો કોઈ ગમે તેટલા મંદિરોમાં જાય, મતદારો ભાજપનો વિકાસલક્ષી રીપોર્ટકાર્ડ જોઇને મતદાન મથકમાં જશે, એમ પણ સંઘના કાર્યકરોમાં લાગણી જોવા મળી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.