Home ગુજરાત યુપીની નગરપાલિકાઓની જીતને ગુજરાતની પ્રજા સાથે કોઈ લેવાદેવા ખરી?

યુપીની નગરપાલિકાઓની જીતને ગુજરાતની પ્રજા સાથે કોઈ લેવાદેવા ખરી?

539
0

(હર્ષદ કામદાર GNS)
રાજકુમારના લગ્ન અને રાજ્યભરમાં ઘેરઘેર દીવા કરવા એક પ્રણાલી રજવાડા સમયે હતી પણ હવે રાજકીય પક્ષો પણ એજ માર્ગે જવાનીં તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં વજીરને ત્યાં લગ્ન અને ફટાકડા ફોડી ભક્તો જાહેરમાં જાણે કે કોઈ મોટી ધાડ પાડી હોય.
ગુજરાતમાં ચૂંટાણીનો રાજકીય ગરમાવો રાજકીય પક્ષોમાં જ દેખાઈ રહ્યો છે જ્યારે લોકોમાં જે ઉમંગ ચુંટણી માટેનો હોવો જોઈએ તેનો અભાવ દેખાઈ રહ્યો છે. જાણે કે હિમવર્ષા થઇ હોય. પરિણામે રાજકીય પક્ષો પણ મુંજવણમાં મુકાઈ ગયા છે.
રાજ્યમાં કોંગ્રેસે સ્થાનિક લોકપ્રશ્નો ઉઠાવતા લોકપ્રવાહ તેની તરફ વળી ગયો છે. તો ભાજપા સ્થાનિક મુદ્દે એક તરફ નથી ઉચ્ચારતી તો લોકપ્રશ્નોની વાત જ ક્યાંથી કરે. પ્રજાને કોઈ નિસ્બત નથી કે રસ નથી તેવા મુદ્દે ઠોકાઠોક કરે છે. પરિણામે પ્રજાજનો તેનાથી અને તેના કાર્યક્રમોથી દુર ભાગે છે જેનો ભોગ ખુદ પી.એમ. બન્યા છે. ત્યારે ભાજપા લોકોમાં છવાઈ જવા વિધાનસભાની ચુંટણી હોવા છતાં યુપી નગરપાલિકામાં થયેલ જીત પર અહી ગુજરાતમાં જે- તે ભાજપા કાર્યાલય બહાર આતશબાજી કરી લોકોને ખેંચવા પ્રયત્ન કર્યો પણ લોકો જે રીતે અગાઉ રસ લેતા હતા તેવો રસ તો ન દાખવ્યો પણ ભાજપા કાર્યકરો કે નેતા સિવાય કોઈપણ ન ફરક્યું જેનાથી ભાજપામાં વધુ નિરાશા વ્યાપી ગઈ છે અને લોકો કહે છે કે ભાજપા વજીરના યુપીમાં નગરપાલિકાઓમાં લગન અને વાજા વગાડે ગુજરાતમાં આ કેવો ખેલ છે. મૂળ લોકમુદ્દા કે અગાઉ આપેલ ચૂંટણી વાયદાઓની વાત કેમ નથી કરતા. એ વાત કહે તો લોકોની ભીડ જામે……….. પણ………
આ બધા વચ્ચે ભાજપા સાંસદ રૂપાલાએ કાર્યકરોની મીટીંગમાં આપેલ ભાષણનો વિડીયો વાયરલ થઇ ગયો છે તો અમિત શાહે કાર્યકરોની મીટીંગમાં કહેલ કે “કાર્યકરો ચિંતા ના કરે જીત તો આપડી જ છે તે અમારા પર ઢોળો” આ વાત પણ રાજ્યભરમાં ફરી વળી છે. પરિણામે મતદારો ઈ.વી.એમ. બાબતે આશંકા વ્યક્ત કરતા કહે છે કે આમાં લોકશાહીની સલામતી ક્યા? અને આ કારણે લોકોમાં ભાજપા પ્રત્યે નફરત વધી ગઈ છે. હવે રાહ જોઈએ પરિણામો શું બતાવે છે.
આગાઉ ભાજપાએ વિવિધ ચુંટણીઓમાં ગૌરક્ષા, ભ્રષ્ટાચાર, ગંગા સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા તો હિન્દુત્વ અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવી દિલ્હી પહોંચી ગયા પરંતુ બન્યું એવું કે પવિત્ર ગંગા કરતા ભાજપા પોતે જ પવિત્રતામાં પ્રથમ નંબરે આવી ગયો. કોંગ્રેસનાં જે નેતાઓ ભ્રષ્ટાચારી હતા અને ભાજપાએ જેના પર આક્ષેપો મુક્યા હતા તે કોંગ્રેસ નેતા, પ્રધાનો, મંત્રીઓએ ભાજપાનો ભગવો ખેસ પહેરી લીધો એટલે તેઓ પવિત્ર થઇ ગયા અને વેવાઈ માંડવે આવે અને જે રીતે સ્વાગત થાય તેવું સ્વાગત ભ્રષ્ટાચારીઓનું કર્યું ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ભાજપા ભ્રષ્ટાચાર નાબુદ કરવા નીકળ્યો હતો એ મુદ્દો જ ભૂલી ગયું. એતો ઠીક જેમના પર રેપના આરોપ હતા તેવાઓને પણ ભાજપાએ સ્વીકારી લીધા આનો અર્થ શો? એવું સમજવાનું કે ભાજપા કરે તે લીલા…… અને બીજા કોઈ કરે તે છીનાળુ…….?!.!
અને આ કારણે ભાજપા કોંગ્રેસયુક્ત ભાજપા બની ગયો છે પરિણામ સ્વરૂપ કોંગ્રેસમાં જે પ્રકારે ઉમેદવાર પસંદગીમાં બળવો થતો તેવો બળવો ભાજપામાં પણ ઉભો થયો છે. ભાજપાના પાયાના કાર્યકરો, લોકપ્રિય કાર્યકરો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને આજકાલ ઉગેલા લવર- મુછીયા કાર્યકરો કે જેને સંઘ કે ભાજપાના મૂળભૂત સિદ્ધાંતો શું છે તેની ખબર નથી તેઓ પક્ષમાં સર્વેસર્વા બની ગયા છે. તો ભાજપા પણ સંઘની વિચારધારા ભૂલવા લાગ્યો છે.
લોકો પણ હવે ભાજપાથી વિમુખ થવા લાગ્યા છે કારણકે ભાજપા નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરોને અવગણી પોતાનું ધાર્યું કરવા લાગ્યા છે. કાર્યકરોનું અપમાન થાય છે એટલે કાર્યકરો દુર થવા લાગ્યા છે. સમજવાનું એ છે કે સત્તાની ભૂખ દરેકને હોય પણ એ મેળવવા માટે છેલ્લી પાટલીએ ના બેસાય તો જ લોકો ભાજપા સાથે રહેશે બાકી ભક્તો તો ઓછા છે તેઓ પણ ગમેતેવું વાટી નાખે છે. કંસારની જગ્યાએ થુલી બનાવી નાખે છે. એટલે ભાજપાએ આંતરિક મનોમંથન કરવું જરૂરી બન્યુ છે……..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું સત્તા લાલસામાં ભાજપે સંઘની વિચારસરણી કોરાણે મૂકી?
Next articleરાજકોટનો બનાવ, જયરાજસિંહની પેરોલ અને રૂપાલાના ઉચ્ચારણો ગુજરાત માટે ચિંતાજનક?