Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

32
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૨૨૦.૦૩ સામે ૬૫૩૦૦.૯૩  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૧૦૮.૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૬.૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૩.૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૪૩૩.૩૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૩૮૬.૩૦ સામે ૧૯૩૯૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૫૨.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૫.૬૦  પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૪૩૧.૯૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

સ્થાનિક શેરબજાર વૈશ્વિક રાહે ચાલુ ટ્રેડિંગ સત્રના ત્રીજા સેશનમાં ગેપમાં ખુલ્યું હતું.ત્યારબાદ શેરબજારમાં ઘટાડો જોવા મળીયો હતો.ભારે વોલેટિલિટી બાદ બુધવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. ચાઈનાને કફોડી આર્થિક હાલતમાંથી ઉગારવા ચાઈનીઝ સરકાર દ્વારા મેગા સ્ટીમ્યુલસ પેકેજની તૈયારી થઈ રહ્યાના સંકેત પાછળ ચાઈનીઝ શેરોમાં રિકવરી સાથે એશીયા, યુરોપના બજારોમાં ધોવાણ અટકી આજે મજબૂતી જોવાઈ હતી. આ સાથે અમેરિકી શેર બજારોમાં નાસ્દાક ફયુચર્સ પાછળ રિકવરીના સંકેત મળ્યા છતાં વિપરીત ચાલે ભારતીય શેર બજારોમાં એકંદર નિરસતા વચ્ચે ફંડો, મહારથીઓ નવી મોટી ખરીદીથી દૂર રહી સાવચેતીમાં ઓવરબોટ પોઝિશન હળવા કરતાં જોવાયા હતા. ફાઈનાન્સ-બેંકિંગ, આઈટી ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે પાવર-કેપિટલ ગુડઝ, ઓટો, એફએમસીજી ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી.આ સાથે સ્મોલ, મિડ  કેપ શેરોમાં વ્યાપક લેવાલી રહી હતી. ઈન્ડેક્સ બેઝડ બજાર સાંકડી વધઘટે એકંદર સ્થિર રહ્યું હતું.

સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ વચ્ચે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઘટાડે સતત વ્યાપક વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ICICI બેન્ક, SBI, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ અને ટાટા સ્ટીલના શેર સેન્સેક્સ પર ૧%થી વધુના વધારા સાથે બંધ થયા હતા.આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ, નેસ્લે ઇન્ડિયા, પાવરગ્રીડ, એચડીએફસી બેંક, ટીસીએસ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ (બજાજ ફિનસર્વ)ના શેર ઉછાળા બંધ થયા હતા.BSE સેન્સેક્સ પેકમાં Jio ફાઇનાન્શિયલનો શેર મહત્તમ ૫%ના નુકસાન સાથે બંધ થયો હતો.એ જ રીતે સન ફાર્મા અને ભારતી એરટેલના શેર પણ એક-એક ટકાથી વધુ ઘટીને બંધ થયા હતા.આ સિવાય ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટાળા સાથે બંધ થયા  હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૧ અને વધનારની સંખ્યા ૨૦૮૦ રહી હતી,૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૨% અને ૦.૬૦% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વની  અને વૈશ્વિક બજારોની નજર અત્યારે ચાઈના પર મંડાઈ છે. વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર કરનારી મહાસત્તા ચાઈના અત્યારે ઐતિહાસિક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રોપર્ટી માર્કેટમાં ચાઈનામાં અધોગતિ  સાથે પ્રોપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડે અમેરિકામાં નાદારી નોંધાવવાની ફરજ પડતાં અને શેડો બેંક કટોકટી બહાર આવતાં મોટા નાણાકીય જોખમના ભય સાથે નોમુરા સહિતે ચાઈનાની આર્થિક વૃદ્વિના અંદાજને ઘટાડીને ૪.૭% મૂકવા સહિતના ડેવલપમેન્ટે વૈશ્વિક બજારોમાં ઘમાસાન મચાવવાનું શરૂ કર્યું છે. બીજી તરફ તાજેતરમાં અમેરિકાએ ચાઈનાના પ્રમુખ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણને મર્યાદિત કરતાં  ટેકનોલોજી-આઈટી ક્ષેત્રે પણ  વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ફંડો આઈટી શેરોમાં વેચવાલ બન્યા છે. ફુગાવા-મોંઘવારીના હજુ વૈશ્વિક જોખમી પરિબળે વૈશ્વિક ઊંચા પ્રવર્તિ રહેલા વ્યાજ દરો અને ચાઈનાની કટોકટીએ માર્ચ બાદ વૈશ્વિક બજારોમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો બતાવ્યો છે. ઊંચા વ્યાજ દરોના પરિણામે જોખમી એસેટ્સ પરનું દબાણ વધતાં બિટકોઈન્સમાં પણ સપ્તાહમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. ચાઈના આવી પડેલી આ કટોકટીમાં ડામાડોળ થયેલા બજારોને  સ્થિર કરવા પગલાં લઈને વિશ્વાસ પુન:પ્રસ્થાપિત કરવા પ્રયાસો કરી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field