Home મધ્ય ગુજરાત અમદાવાદ પ્પ્યોર ઇવી (PURE EV)એ અમદાવાદમાં તેનો લેટેસ્ટ શોરૂમ ઇન્ફિનિટી ઇવી(EV) લોન્ચ કર્યો

પ્પ્યોર ઇવી (PURE EV)એ અમદાવાદમાં તેનો લેટેસ્ટ શોરૂમ ઇન્ફિનિટી ઇવી(EV) લોન્ચ કર્યો

21
0

“શોરૂમનું ઉદ્ઘાટન ગઈકાલે, 20 ઓગસ્ટ, 2023ના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.”

(જી.એન.એસ),તા.૨૩

અમદાવાદ

દેશના અગ્રણી ઇવીએમ2ડબલ્યુ (EV2W) ઓઇએમ (OEM)માંના એક પ્યોર ઇવી (PURE EV) એ ગુજરાતના અમદાવાદ શહેરમાં તેનો લેટેસ્ટ ઇવી(EV) ડીલરશીપ શોરૂમ શરૂ કર્યો છે. આ શોરૂમ એક પ્રીમિયમ અનુભવ કેન્દ્ર છે પ્યોર બ્રાન્ડની ઇલેક્ટ્રિક મોટરસાયકલો અને સ્કૂટર્સની શ્રેણીને પ્રદર્શિત કરે છે, જે સિટી સેન્ટર 2 માર્કેટ, 10 એકર મોલ પાસે, રાયપુર, કાંકરિયા, અમદાવાદ, ગુજરાતમાં આવેલો છે. પ્યોર ઇવી (PURE EV) એ દેશ અને વિદેશમાં ડીલરશીપના વિસ્તૃત નેટવર્ક મારફતે ઇવીએમ2ડબલ્યુ (EV2W)ની 70,000 થી વધુ ડિલિવરી પૂરી કરી છે. કંપનીએ તેલંગાણામાં 1,00,000 ચોરસ ફૂટની ફેક્ટરી શરૂ કરી છે જેમાં વાહન અને ઇન-હાઉસ બેટરી મેન્યુફેક્ચરિંગ વિભાગનો સમાવેશ થાય છે. કંપની વાર્ષિક 120,000 વાહનની ઉત્પાદન ક્ષમતા અને વાર્ષિક 0.5 ગીગાવોટની બેટરી ઉત્પાદન ક્ષમતા સાથે 2,00,000 ચોરસ ફૂટ સુવિધાને વિસ્તૃત કરવાની તૈયારીમાં છે, જે નાણાકીય વર્ષ 23ના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

અમદાવાદમાં પ્યોર ઇવી (PURE EV) ડીલરશીપના ઉદઘાટન પ્રસંગે પ્યોર ઇવી(PURE EV)ના સીઇઓ શ્રી રોહિત વાઢેરાએ જણાવ્યું હતું કે, “સમૃદ્ધ વારસા અને ગતિશીલ જીવનશૈલી માટે પ્રખ્યાત અમદાવાદ શહેરમાં તાજેતરના સમયમાં ઓટોમોટિવ ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ગુજરાત રાજ્યમાં વ્યૂહાત્મક રીતે આવેલું, અમદાવાદ વેપાર અને વ્યવસાય માટે કેન્દ્રીય જોડાણ તરીકે વિકસ્યું છે, જે વિવિધ ક્ષેત્રોને આકર્ષે છે, ખાસ કરીને તેમાં પણ ઓટોમોટિવ ડોમેન. અમે અમદાવાદમાં અમારી પ્રતિષ્ઠિત ડીલરશીપ શરૂ કરવા માટે રોમાંચ અનુભવીએ છીએ, જે ગુજરાતમાં પ્યોર ઇવી (PURE EV) માટે નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે, અમારી અત્યાધુનિક ઇલેક્ટ્રિક મોબિલિટી નવીનતાઓ શહેરની વસતિએ અપનાવેલી સ્વપ્નદ્રષ્ટા માનસિકતા અને પર્યાવરણ પ્રત્યે સભાન મૂલ્યો સાથે સાતત્યપૂર્ણ રીતે સુમેળ સાધશે.” 

ઇન-હાઉસ વિકસિત ઉત્પાદનોના તકનીકી પાસાઓ અને સર્વિસ નેટવર્કના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી રોહિત વડેરાએ જણાવ્યું હતું કે, “પ્યોર ઇવી (PURE EV) એ તેના આર એન્ડ ડી સેન્ટરમાં પ્રોડક્ટ ડિઝાઇન અને વિકાસ માટેની એક મજબૂત ટીમ બનાવી છે. કંપનીની મુખ્ય આર એન્ડ ડી પ્રવૃત્તિઓ સરેરાશ ભારતીય ગ્રાહકની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તમામ જરૂરી સાધનો અને ઉપકરણો સાથે અત્યાધુનિક વર્કશોપની સ્થાપના કરવાની ઉદ્યોગ-અગ્રણી પ્રેક્ટિસ મારફતે, અમે અમારા આદરણીય ગ્રાહકો માટે શ્રેષ્ઠ વેચાણ સેવાના અનુભવને સુનિશ્ચિત કરી રહ્યા છીએ.”  પ્યોર ઇવી (PURE EV) હાલમાં અગ્રણી ઇવીએમ2ડબલ્યુ (EV2W) બ્રાન્ડમાંની એક છે અને તે દેશભરમાં તેના ડીલરશીપ નેટવર્કને ઝડપથી વિસ્તૃત કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં અશાંત ધારા મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો ચુકાદો
Next articleનિફ્ટી ફયુચર ૧૯૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!