Home ગુજરાત માહિતી ખાતામાં ૩૩ વર્ષ સેવા આપ્યા બાદ કેમેરામેન પ્રવિણભાઈ સોરઠીયા વયનિવૃત્ત

માહિતી ખાતામાં ૩૩ વર્ષ સેવા આપ્યા બાદ કેમેરામેન પ્રવિણભાઈ સોરઠીયા વયનિવૃત્ત

34
0

(જી એન એસ) તા. ૩૧

ગાંધીનગર,

નિવૃત્ત બાદનું જીવન નિરોગીમય અને પરિવારમાં સુખમય રીતે સમય પસાર કરે તેવી શુભેચ્છા આપતા સંયુક્ત માહિતી નિયામક હિરેન ભટ્ટ

નાયબ માહિતી નિયામક જિગર ખુંટ તથા સમાચાર શાખાના કર્મીઓ દ્વારા અપાયું ભાવભર્યું વિદાયમાન

માહિતી ખાતામાં ૩૩ વર્ષની લાંબી સેવા બાદ કેમેરામેન પ્રવિણભાઈ સોરઠીયા ગાંધીનગર ખાતેથી આજે વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

માન.રાજયપાલ શ્રીના પ્રેસ સચિવ અને સંયુકત માહિતી નિયામક હિરેનભાઈ ભટ્ટે નિવૃત્ત થતા પ્રવિણભાઈને શુભેચ્છાઓ પાઠવીને તેમના સંસ્મરણો તાજા કર્યા હતા અને એમનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભકામનાઓ આપી હતી.

માહિતી ખાતાની સમાચાર શાખાના નાયબ માહિતી નિયામક જિગર ખુંટે પ્રવિણભાઈને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે. ખાતામાં અનુભવી માણસો વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે પ્રવિણભાઈની સેવાઓની માહિતી પરિવારને ચોક્કસ ખોટ પડશે. તેમણે ઉમેર્યું હતું કે, માહિતી ખાતામાં 33 વર્ષની સુધી સેવા આપનારા પ્રવીણભાઈ સોરઠીયા કર્મઠ અને ફરજપરસ્ત કર્મચારી છે. તેઓએ તેમનો મોટા ભાગના સેવાકાળ દરમ્યાન મુખ્યમંત્રીના કાર્યાલયે પોતાની ફરજ અદા કરી છે. આગળનું જીવન તેમનું પરિવાર સાથે સુખમય અને નિરોગી નિવડે તેવી શુભેચ્છા આપી હતી.

નિવૃત્ત થઈ રહેલા પ્રવિણભાઈ સોરઠીયાએ તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, સરકારી સેવાની આ સુદીર્ઘ સફરમાં માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન અને સહયોગના પરિણામે હું આજે આટલો સફળ થઈ શક્યો છું. તેમના આ સફરમાં સાથ આપનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા તેમના પરિવારજનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે માહિતી નિયામક કચેરી ગાંધીનગરની સમાચાર શાખાના કર્મચારીઓએ પણ નિવૃત્ત થતા પ્રવિણભાઈ સોરઠીયાનું નિવૃત્તિ જીવન નિરોગીમય રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ – રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે
Next articleસુરતમાં ધો.10 ની વિદ્યાર્થીની ત્રીજા માળેથી ગેલેરીમાંથી ઊંધા માથે નીચે પટકાઈ