(GNS),15
જિયો સિનેમાએ વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ 2023ના ડિજિટલ રાઈટ્સ હસ્તગત કર્યાની ઘોષણા કરી છે. જેના પગલે બે ટેસ્ટ, ત્રણ વન-ડે તથા પાંચ ટી-20 સહિત એક મહિના સુધી ચાલનારી સિરીઝનું લાઈવ-સ્ટ્રીમિંગ કરાશે. તમામ-ફોર્મેટના દ્વિપક્ષીય પ્રવાસનો આરંભ 12 જુલાઈએ ડોમિનિકામાં પહેલી ટેસ્ટ મેચથી થશે અને ત્યારબાદ ટ્રિનિદાદ ખાતે બીજી મેચ રમાશે. આ ટેસ્ટ શ્રેણીની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25 સાઈકલમાં ભારતની સફરનો આરંભ પણ થશે.
ત્યારબાદ 27 જુલાઈથી 3-મેચની વન-ડે સિરીઝ શરુ થશે. જે બાર્બાડોસ અને ટ્રિનિદાદ ખાતે રમાશે. પાંચ મેચનો ટી-20 મુકાબલો 3 ઓગસ્ટે ટ્રિનિદાદથી શરૂ થશે અને ત્યારબાદ તે શ્રેણીની બે મેચ ગયાનામાં અને છેલ્લી બે મેચ ફ્લોરિડા, યુએસએમાં રમાશે.દર્શકોને આ પહેલીવાર લિમિટેડ ઓવર્સના મુકાબલા અંગ્રેજી, હિન્દી, ભોજપૂરી, પંજાબી, તમિળ, તેલુગુ અને કન્નડમાં જોવા મળશે. સાત ભાષામાં કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ થતું હોય તેવો આ પહેલો પ્રસંગ છે.
“જિયોસિનેમાએ સીમલેસ સ્ટ્રીમિંગ અનુભૂતિ પ્રસ્તુત કરતાં તેના પરિણામે અગાઉ કદી સાંભળ્યા ન હોય તેવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અમે આ રમતની ડિજિટલી શ્રેષ્ઠ અનુભૂતિની કટિબદ્ધતા માટે ટેકનોલોજીકલ ક્ષમતાઓના સીમાડાઓને ઓળંગી લીધા છે,” એમ વાયકોમ18 – સ્પોર્ટ્સ હેડ ઓફ સ્ટ્રેટેજી, પાર્ટનરશીપ એન્ડ એક્વિઝિશન્સ હર્ષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 2023ની સાથે, અમે આગળ વધીને અમારા દર્શકોને એક વિશ્વ-સ્તરીય પ્રસ્તુતિ પૂરી પાડીશું.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.