Home દુનિયા - WORLD જિયો સિનેમાએ ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ડિજિટલ ઈનિંગ્સનો પુનઃઆરંભ કર્યો

જિયો સિનેમાએ ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ડિજિટલ ઈનિંગ્સનો પુનઃઆરંભ કર્યો

33
0

(GNS),15

જિયો સિનેમાએ વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ 2023ના ડિજિટલ રાઈટ્સ હસ્તગત કર્યાની ઘોષણા કરી છે. જેના પગલે બે ટેસ્ટ, ત્રણ વન-ડે તથા પાંચ ટી-20 સહિત એક મહિના સુધી ચાલનારી સિરીઝનું લાઈવ-સ્ટ્રીમિંગ કરાશે. તમામ-ફોર્મેટના દ્વિપક્ષીય પ્રવાસનો આરંભ 12 જુલાઈએ ડોમિનિકામાં પહેલી ટેસ્ટ મેચથી થશે અને ત્યારબાદ ટ્રિનિદાદ ખાતે બીજી મેચ રમાશે. આ ટેસ્ટ શ્રેણીની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25 સાઈકલમાં ભારતની સફરનો આરંભ પણ થશે.

ત્યારબાદ 27 જુલાઈથી 3-મેચની વન-ડે સિરીઝ શરુ થશે. જે બાર્બાડોસ અને ટ્રિનિદાદ ખાતે રમાશે. પાંચ મેચનો ટી-20 મુકાબલો 3 ઓગસ્ટે ટ્રિનિદાદથી શરૂ થશે અને ત્યારબાદ તે શ્રેણીની બે મેચ ગયાનામાં અને છેલ્લી બે મેચ ફ્લોરિડા, યુએસએમાં રમાશે.દર્શકોને આ પહેલીવાર લિમિટેડ ઓવર્સના મુકાબલા અંગ્રેજી, હિન્દી, ભોજપૂરી, પંજાબી, તમિળ, તેલુગુ અને કન્નડમાં જોવા મળશે. સાત ભાષામાં કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ થતું હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

“જિયોસિનેમાએ સીમલેસ સ્ટ્રીમિંગ અનુભૂતિ પ્રસ્તુત કરતાં તેના પરિણામે અગાઉ કદી સાંભળ્યા ન હોય તેવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. અમે આ રમતની ડિજિટલી શ્રેષ્ઠ અનુભૂતિની કટિબદ્ધતા માટે ટેકનોલોજીકલ ક્ષમતાઓના સીમાડાઓને ઓળંગી લીધા છે,” એમ વાયકોમ18 – સ્પોર્ટ્સ હેડ ઓફ સ્ટ્રેટેજી, પાર્ટનરશીપ એન્ડ એક્વિઝિશન્સ હર્ષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 2023ની સાથે, અમે આગળ વધીને અમારા દર્શકોને એક વિશ્વ-સ્તરીય પ્રસ્તુતિ પૂરી પાડીશું.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBCCI અધ્યક્ષનાં દીકરા માટે મારુ કરિયર બરબાદ કરી નાખ્યું : અંબાતી રાયડુ
Next articleનજમુલ હુસૈનની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદીથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં મજબૂત પ્રારંભ