Home રમત-ગમત Sports નજમુલ હુસૈનની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદીથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં મજબૂત પ્રારંભ

નજમુલ હુસૈનની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદીથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં મજબૂત પ્રારંભ

20
0

(GNS),15

બાંગ્લાદેશના બેટ્સમેન નજમુલ હુસૈનની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદીની મદદથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં મજબૂત પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે બાંગ્લાદેશનો પ્રથમ ઈનિંગ્સમાં સ્કોર પાંચ વિકેટે 362 રન રહ્યો હતો. નજમુલ હસને 175 બોલમાં 23 ચોગ્ગા તથા બે છગ્ગાના સહારે 146 રન ફટકારતા બાંગ્લાદેશે પોતાની પકડ મજબૂત કરી હતી. ઓપનર મહમુદુલ હસને 76 રનનું યોગદાન આપતાં બીજી વિકેટ માટે 212 રનની પાર્ટનરશિપ કરી હતી. મહમુદુલ 24 રનથી સદી ચૂક્યો હતો.

પ્રથમ દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 362 રન સાથે સ્થિતિ મજબૂત કરી હતી. મેહિદી હસન (43) અને મુશ્કફિકર રહિમ 41 રન સાથે રમતમાં હતા. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 72 રનની અણનમ ભાગીદારી થઈ છે. અફઘાનિસ્તાના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. નિજત મસુદે બીજી જ વરમાં ઓપનર ઝાકિર હસન (1)ની વિકેટ મેળવતા અફઘાનિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપનાર તે અફઘાનિસ્તાનનો પ્રથમ અને વિશ્વનો 22મો બોલર બન્યો હતો. અફઘાનિસ્તાન તરફથી પ્રથમ દિવસે નિજાત મસુદે બે, ઝાહિર ખાન, અમિર હમઝા અને રહમત શાહે એક-એક વિકેટ ઝડપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજિયો સિનેમાએ ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ડિજિટલ ઈનિંગ્સનો પુનઃઆરંભ કર્યો
Next articleપ્રથમ એશિઝ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં અનુભવી સ્ટુઅર્ટ બ્રોડને સ્થાન મળ્યું