રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૭.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૭૯૨.૮૮ સામે ૬૨૯૧૭.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૮૪૧.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૩.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૦.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૧૪૨.૯૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૬૭૨.૯૫ સામે ૧૮૭૧૫.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૦૬.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૪૫ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૭૯૮.૪૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં આજે મેટલ, કેપિટલ ગૂડઝ, રિયલ્ટી, પાવર અને ઓઈલ-ગેસ શેરોની આગેવાનીમાં તેજી આગળ વધી હતી. શેરબજારમાં તેજી પાછળનું મુખ્ય કારણ ડિમાન્ડમાં વધારો, વેચાણમાં વૃદ્ધિ અને સારા ડેટા છે. બુધવારે બીએસઈ સેન્સેક્સ સાર્વત્રિક લેવાલીથી ૩૫૦ પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો અને તેને ૬૩૦૦૦ ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી જ્યારે એનએસઈ નિફ્ટીએ ૨૦૨૩મા પ્રથમવાર ૧૮૮૦૦ની સપાટી વટાવી હતી.
ભારતના ફંડામેન્ટલ્સ ઘણા મજબૂત જણાતા હોવાથી શેરબજારમાં હાલમાં તેજી જોવા મળી રહી છે.જોકે, બજાર સામે હજી પણ વૈશ્વિક મંદી, અલ નિનો ઈફેક્ટ, સામાન્યથી ઓછા વરસાદની શક્યતા જેવા નકારાત્મક પાસાની પણ શક્યતા છે કે જે બજારની તેજીમાં અવરોધ સર્જી શકે છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો હવે વ્યાજદર વધારાની સાયકલ પર બ્રેક મારે તેવી શક્યતા સર્જાતા બજારમાં પોઝિટિવ વલણ સર્જાયું છે.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ નેસ્લે ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ ૨.૯૭%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, પાવરગ્રીડ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, ટેક મહિન્દ્રાઅને વિપ્રોનો સમાવેશ થાય છે.સેન્સેક્સ પેકમાં આજે કોટક બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૦૭%નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ બ્રિટાનીયાના શેરોમાં સૌથી વધુ ૪.૧૭% નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા કન્ઝ્યૂમર, બીપીસીએલ, નેસ્લે ઈન્ડિયા અને એચડીએફસી લાઈફનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં ૧.૦૦%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સિપ્લા, મારુતિ, બજાજ ફાઈનાન્સ અને અદાણી પોર્ટનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૭ અને વધનારની સંખ્યા ૨૨૯૬ રહી હતી,૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૦૯% અને ૧.૧૫% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો ,ઘર આંગણે ભારતમાં માર્ચ ૨૦૨૩ના અંતના જીડીપી વૃદ્વિના પ્રોત્સાહક આંક સાથે મે મહિનાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક પણ વધીને ૩૧ મહિનાની ઊંચી સપાટીએ આવ્યા, ઉપરાંત જીએસટી એક્ત્રિકરણમાં સતત વૃદ્વિને લઈ અનેક પોઝિટીવ પરિબળો સર્જાયા છે. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામો સાથે પૂરી થવાની તૈયારીમાં છે.મે મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની રૂ.૪૪,૬૦૦ કરોડથી વધુ ચોખ્ખી ખરીદી બાદ હવે જૂન મહિનામાં લોકલ ફંડોની શેરોમાં નેટ ખરીદી થવા લાગી છે, આમ ફોરેન ફંડો બાદ લોકલ ફંડોએ બજારના તેજીના ચક્રને ગતિમાન રાખ્યું છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં જૂન મહિનો જાણે તો તેજીનો બની રહેવાનો હોય એમ વ્યાપક તેજી જોવાઈ રહી છે. સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં ફંડોનું દરેક લેવલે રોકાણ આકર્ષણ વધતું જોવાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.