Home દેશ - NATIONAL ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીડિત પરિવારોને નેતાએ મદદના નામે 2000ની નોટ પકડાવી

ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીડિત પરિવારોને નેતાએ મદદના નામે 2000ની નોટ પકડાવી

72
0

(GNS),07

ઓડિશાના બાલેશ્વરમાં થયેલ રેલ દુર્ઘટનામાં સેંકડો લોકોના જીવ ગયા છે. આ પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર અને રાજ્યો તરફથી મદદની જાહેરાત કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ બંગાળના મૃતકોના પરિવારને મદદની જાહેરાત કરી હતી. ત્યારે આવા સમયે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારનો દાવો છે કે, બંગાળના એક મંત્રીએ મૃતકના પરિવારોને 2 લાખની રૂપિયાની મદદ કરી છે. સુકાંત મજૂમદારે દાવો કર્યે છે કે, 2000 રૂપિયાની નોટમાં આર્થિક મદદ કરી હતી. તેઓ એ પણ સવાલ ઉઠાવે છે કે, આ પૈસાનો સ્ત્રોત શું છે? તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે, બે મહિલાઓ બેઠેલી છે અને એક મહિલા ખુરશી પર બેઠી છે. ત્રણ મહિલાઓ બે હજાર રૂપિયાની નોટનું બંડલ પકડાયેલ છે.

ભાજપના નેતા સુકાંત મજૂમદાર આ વીડિયોને ટ્વિટ કરતા સવાલ ઉઠાવ્યો છે, શું આ કાળા નાણાને સફેદ કરવાની ટીએમસી રીત નથી? સુકાંત મજુમદારે પોતાના ટ્વિટ સાથે લખેલ છે. મમતા બેનર્જીના નિર્દેશ પર રાજ્યના એક મંત્રી પીડિત પરિવારોને ટીએમસી તરફથી 2 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી રહ્યા છે. હું આ મદદની સરાહના કરુ છું. પણ આ સંદર્ભમાં, હું એ પણ સવાલ રાખી રહ્યો છું, આ 2000 રૂપિયાની નોટોના બંડલનો સ્ત્રોત શું છે? અહીં ઉલ્લેખનિય છે કે, ઓડિશાના બાલેશ્વરમાં 2 જૂનના રોજ ત્રણ ટ્રેનોની ટક્કર થઈ ગઈ હતી. બહનાગા સ્ટેશન નજીક હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 288 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1000થી વધારે લોકો ઘાયલ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં દારુની બોટલ ભરેલો ટ્રક પલ્ટી જતાં બોટલો લૂંટવા લોકો તૂટી પડ્યાં
Next articleનિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!