રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૩૧૯.૫૧ સામે ૬૦૯૯૩.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૮૧૦.૬૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૨.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૬.૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૦૦૨.૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૬૨.૮૫ સામે ૧૭૯૮૬.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૯૩.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૫૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રીટેલ ફુગાવાનો આંક વધીને આવ્યા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારોમાં ગત સપ્તાહે નવી ખરીદી કરતા અને વિદેશી બ્રોકિંગ હાઉસોએ લાર્જ કેપ કંપનીઓ માટે પોઝિટીવ આઉટલૂક સાથે શેરના ભાવ ટાર્ગેટમાં વધારો કરી લાર્જ કેપ શેરોમાં મોટાપાયે ખરીદી ચાલુ રાખતાં ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં તેજી જોવા મળી હતી, જો કે વૈશ્વિક મોરચે એક તરફ યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન અને બીજી તરફ ચાઈના સાથે જાસૂસી બ્લુન મામલે તણાવ અને ક્રુડ ઓઈલમાં રશિયાના સપ્લાય અંકુશો સામે અમેરિકાએ તેના સ્ટ્રેટેજીક રિઝર્વમાંથી પુરવઠો વેચવાના લીધેલા નિર્ણય અને અમેરિકામાં ફરી મંદીના અંદાજોને લઈ આંતરરાષ્ટ્રીય મોરચે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહેતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, ફંડોની કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી સામે રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ, ટેક, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને હેલ્થકેર શેરોમાં ફંડોમાં પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૩૧૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૪ લાખ કરોડ વધીને રૂ.૨૬૬.૮૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૪ અને વધનારની સંખ્યા ૧૫૦૪ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, નાણાકીય વર્ષ ૨૪ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય શક્ય છે પરંતુ બજારની અનિશ્ચિતતાને કારણે પડકારરૂપ બની શકે છે. અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણને જોતા એલઆઈસીના રોકાણકારો ચિંતિત છે. આ પ્રણાલીગત જોખમ વિશે કંઈ કહેતું નથી કારણ કે આ મુદ્દાઓ નિયમનકાર દ્વારા જોવામાં આવે છે. તેમના વિશાળ રોકાણોની મર્યાદાઓ છે. એલઆઈસી અને બેંકોએ સ્પષ્ટ કર્યું છે કે અદાણી જૂથમાં તેઓનું કોઈ મોટું રોકાણ નથી. એલઆઈસી એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે ઈરડાના નિયમો હેઠળ પાત્ર છે. એલઆઈસી સરકારી બોન્ડ્સમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે અને માત્ર સ્ટોક્સમાં જ નજીવું રોકાણ કરી શકાય છે. એલઆઈસીનો પોર્ટફોલિયો પણ શેરોમાં વૈવિધ્યસભર છે. આથી કોઈપણ એક સ્ટોકની ટૂંકા ગાળાની મૂવમેન્ટની એલઆઈસી પર વધુ અસર નહીં થાય.
નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે બજેટ અંદાજ રૂ.૯૪૦૦૦ કરોડ છે. તેનું લક્ષ્ય ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ.૫૧૦૦૦ કરોડ અને ડિવિડન્ડ દ્વારા રૂ.૪૩૦૦૦ કરોડ એકત્ર કરવાનું છે. આ એક વાસ્તવિક લક્ષ્ય છે પરંતુ બજારની અનિશ્ચિતતાને કારણે તેને હાંસલ કરવું પડકારજનક રહેશે. સરકાર પ્રારંભિક પબ્લિક ઓફરિંગ, ઓફર ફોર સેલ, બાયબેક અને વ્યૂહાત્મક રોકાણ દ્વારા લઘુમતી હિસ્સો વેચવા જઈ રહી છે. આ સાથે આઈડીબીઆઈ બેંક, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને બીઈએમએલના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા પર પણ નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.