Home વ્યાપાર જગત - BUSINESS બજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ… નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

બજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ… નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

52
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૧.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૪૧.૬૭ સામે ૬૧૧૨૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૮૪૯.૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૧૬.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૯૭૮.૭૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૮.૧૫ સામે ૧૮૨૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૦૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૮.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૨૮.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેન્દ્રિય બજેટ ૧, ફેબ્રુઆરીના રજૂ થનારૂ હોઈ ભારતીય શેરબજારમાં લાંબા સમયથી કરેકશન, અફડાતફડીની અનિશ્ચિત ચાલ જોવાયા બાદ આજ સતત બીજા દિવસે જાણે કે પ્રિ-બજેટ ટૂંકાગાળાની રેલી-તેજી જોવા મળી હતી બજેટની અપેક્ષાઓ સાથે ગત સપ્તાહમાં આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક સહિતમાં ફેન્ટાસ્ટિક પરિણામોની સાથે બેંકિંગ શેરોમાં તેજી તેમજ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ તેજી કરતાં અને ઓટોમોબાઈલ શેરોમાં લેવાલીના આકર્ષણે આજે શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળી હતી, જો કે ફંડો દ્વારા દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક મોરચે ચાઈનાના રી-ઓપનીંગને પરિણામે વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ હળવું થતાં તેજીને સપોર્ટ મળ્યો હતો, ઉપરાંત ગઈકાલે યુએસ બજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો, જો કે ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ફંડોએ કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ પસંદગીની લેવાલી સામે મેટલ, હેલ્થકેર, રિયલ્ટી, યુટિલિટીઝ, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ડસ્ટ્રિયલ્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૩૭ પોઈન્ટ વધીને જયારે નિફટી ફ્યુચર ૨૦ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી સાથે રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૧૩ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૩૯ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૦ અને વધનારની સંખ્યા ૧૫૩૪ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય બેંકિંગ ક્ષેત્ર ફુગાવા અને એના પરિણામે વ્યાજ દરમાં વૃદ્વિના પડકારરૂપ સમયમાં પણ ધિરાણમાં ઊંચી વૃદ્વિ મેળવ્યા સાથે એનપીએમાં ઘટાડા સાથે ઝળહળતી કામગીરી કરી રહ્યું છે. ૩૧,ડિસેમ્બર ૨૦૨૨ના પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકમાં તાજેતરમાં પીએસયુ બેંકો પૈકી બેંકોની સારી કામગીરી બાદ હવે ખાનગી બેંકોએ પ્રોત્સાહક રિઝલ્ટ રજૂ કરીને મજબૂત કામગીરી નોંધાવી છે. ખાનગી બેંકોના જાહેર થયેલા પરિણામોમાં બેંકોના ચોખ્ખા નફામાં ૩૧% થી લઈને ૧૧૭%નો જંગી ઉછાળો નોંધાયો છે. આ સાથે બેંકોની ડૂબત લોનની સ્થિતિ એટલે કે એસેટ ગુણવતા પણ સુધરતી જોવાઈ છે. બેંકોની એનપીએમાં ઘટાડો થતો જોવાયો છે. બેંકિંગ જાયન્ટ આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા જાહેર થયેલા ૩૧,ડિસેમ્બર ૨૦૨૨ના અંતના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩૪.૨% વધીને રૂ.૮૩૧૨ કરોડ થયો છે.

કોટક મહિન્દ્રા બેન્કે ઓલ રાઉન્ડ બેસ્ટ પરફોર્મન્સ આપીને ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૩૧% વધીને રૂ.૨૭૯૨ કરોડ અને ચોખ્ખી વ્યાજ આવક ૩૦% વધીને રૂ.૫૬૫૩ કરોડ હાંસલ કર્યા છે. ખાનગી ક્ષેત્રની ઊભરતી નવી બેંક આઈડીએફસી ફર્સ્ટ બેંક લિમિટેડે પણ ૩૧, ડિસેમ્બર ૨૦૨૨ના પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકમાં ફેન્ટાસ્ટિક પરિણામ હાંસલ કર્યા છે, જો કે યસ બેંક દ્વારા ૩૧,ડિસેમ્બર ૨૦૨૨ના  પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકમાં અપેક્ષિત અપવાદરૂપ નબળા  પરિણામ જાહેર કર્યા હતા. બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૨૬૬.૪૩ કરોડની તુલનાએ ૮૦.૬૬% ઘટીને રૂ.૫૧.૫ કરોડ થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field