Home મનોરંજન - Entertainment બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાને કેન્સલની શક્યતા, હોસ્પિટલમાં છે દાખલ

બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાને કેન્સલની શક્યતા, હોસ્પિટલમાં છે દાખલ

354
0

(જી.એન.એસ), તા.૬
પોતાના જમાનાનાં પ્રખ્યાત અને દિગ્ગજ અભિનેતા અને રાજનેતા વિનોદ ખન્નાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગત શુક્રવારે રાતે ગિરગાંવમાં સ્થિત એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતાં. અભિનેતાનાં પુત્ર રાહુલ ખન્ના અનુસાર, તેમને ડિહાઇડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે પરંતુ એક રિપોર્ટ મુજબ વિનોદ ખન્નાને બ્લેડર કેન્સર હોવાની શક્યતા હોઇ શકે છે. જો કે આ અંગે વિનોદ ખન્નાનાં પુત્ર રાહુલ ખન્નાએ જણાવ્યુ હતું કે,”મારા પિતાજીને ગંભીર ડિહાઇડ્રેશનનાં કારણે શુક્રવારનાં રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં છે અને તેમની તબિયત હાલમાં ઠીક છે. ડોક્ટર્સ તેમને રજા આપવાનું વિચારી રહ્યા છે.”
જોકે, આ મામલે હજુ સુધી તેમના પરિવાર તરફથી કશું જ કહેવામાં આવ્યું નથી. આ દરમિયાન તેમની એક તસવીર સામે આવી છે જેને જોઇને તેમની સ્થિતિનો અંદાજો સાફ લગાવી શકાય છે. વિનોદ ખન્નાની આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહી છે.
વિનોદ ખન્નાએ મેરે ‘અપને,’ ‘કુરબાની’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘મુકદ્દર કા સિકન્દર’, ‘રેશમા ઓર શેરા’, ‘હાથ કી સફાઇ’, ‘હેરા-ફેરી’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે. વિનોદ ખન્નાનું નામ એવા અભિનેતામાં શામેલ હતું જેમને પોતાના કરિયરની શરૂઆત વિલનની ભૂમિકાથી કરી હતી અને બાદમાં તેઓ હીરો બની ગયા. વિનોદ ખન્નાએ રાજનીતિમાં પણ એક સફળ ઇનિંગ રમી છે. હાલમાં તેઓ ગુરદાસપુર સીટથી બીજેપીનાં સાંસદ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાન ખાન બેનરની બે ફિલ્મો કરશે ક્રિતી સેનન
Next articleગુજરાતઃ ફી નિયમન વિધેયકની વિગતો ટૂંકસમયમાં જાહેર થશે, ફી બેન્ક એકાઉન્ટમાં જમા થશે