Home ગુજરાત ગુજરાતઃ ફી નિયમન વિધેયકની વિગતો ટૂંકસમયમાં જાહેર થશે, ફી બેન્ક એકાઉન્ટમાં જમા...

ગુજરાતઃ ફી નિયમન વિધેયકની વિગતો ટૂંકસમયમાં જાહેર થશે, ફી બેન્ક એકાઉન્ટમાં જમા થશે

345
0

(જી.એન.એસ), તા.૬
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ફી નિયમન વિધેયક પસાર કરી દેવામાં આવ્યું છે. હવે શાળાઓ લો મનફાવે તે રીતે ફી ઉઘરાવી નહીં શકે તેમ માનવામાં આવી રહ્યું છે.જોકે ફી નિયમન બિલ પસાર થયું હોવા છતાં કેટલીક સ્કૂલો મનમાની કરીને પુરી ફી ભરી દેવા વાલીઓને આગ્રહ કરી રહી છે જેનો વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શાળા સંચાલકોએ વધારાની ફી પરત કરવા પણ કહ્યું છે, પણ વાલીઓ મક્કમ છે કે અમો વધારાની ફી નહીં ભરીએ. હાલ તો વાલીઓ અને શાળા સંચાલકો ફી નિયમન વિધયેકને લઈને દ્વિધા અનુભવી રહ્યા છે. આ સંજોગોમાં આ સમાચાર મહત્ત્વના બની રહ્યાં છે.
રાજ્ય સરકારે વિધેયકમાં નક્કી કર્યા મુજબ શાળાની ફી અંગેની ફરિયાદ કરવા માટે અલગથી સેલ અને હેલ્પલાઈન શરૂ કરવાનું નક્કી કર્યું છે. ખાનગી શાળાઓની ફી અંગે એક સપ્તાહમાં જ સરકાર નિયમો જાહેર કરી દેશે. તેમજ દરેક શાળાએ બેન્ક એકાઉન્ટ નંબર જાહેર કરવો પડશે, વાલીઓ આ બેન્ક એકાઉન્ટમાં જ ફી જમા કરશે. જેથી કોઈપણ પ્રકારની છેતરપીંડી ને અવકાશ રહેશે નહી. જેથી રોકડનો વ્યવહાર બંધ થઈ જશે. અને શાળા અને વાલીઓ વચ્ચે સંપૂર્ણ પારદર્શિતા રહેશે. બીજી તરફ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિધાનસભામાં પસાર થયેલ ફી નિયમન વિધેયક અંગે શાળા સંચાલકો કાયદાકીય સલાહ પણ લઈ રહ્યા છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે શાળાઓ વધારાની ફી વસૂલી જ ન શકે, અને જો વધુ ફી લીધી હશે તો તેમણે પરત કરવી પડશે. તેમજ શિક્ષણ વિભાગ આગામી દિવસોમાં સત્ર ફી, ટયૂશન ફી, અન્ય ફી બાબતે ફીની મર્યાદા જાહેર કરશે. ટૂંકમાં વિધેયકની વિગતો આગામી દિવસોમાં જાહેર થશે ત્યાર બાદ સ્પષ્ટ થશે. હાલ વાલીઓ અને શાળા સંચાલકોએ રાહ જોવી પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાને કેન્સલની શક્યતા, હોસ્પિટલમાં છે દાખલ
Next articleવડોદરામાં સ્કુલોમાં ઉંચી ફી લેવાતા વાલીઓનો હંગામો