રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૩૬.૪૧ સામે ૬૦૬૯૮.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૬૬૬.૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૮.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૩.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૯૫૦.૩૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૧૮.૮૦ સામે ૧૮૧૩૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૦૬૯.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૯.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૧૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષાથી વધુ ૦.૭૫%નો વધારો કરવામાં આવ્યા છતાં આજે વૈશ્વિક બજારોમાં આરંભિક આંચકા બાદ રિકવરી જોવાઈ હતી. ભારતીય શેરબજારમાં અપેક્ષાથી ઓછો આરંભિક ઘટાડો જોવાયા બાદ ઝડપી રિકવરી રહી હતી. મેટલ, કમોડિટીઝ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ફંડોની આજે મોટી ખરીદી નીકળતાં બજારને મજબૂત ટેકો મળ્યો હતો. આર્થિક મોરચે વૈશ્વિક સંકટની પરિસ્થિતિ સામે ભારતની પરિસ્થિતિ ઘણી સારી હોવાના અને આર્થિક રિકવરી વેગ પકડી રહી હોવાના જીએસટી આવક એક્ત્રિકરણના ઓકટોબર ૨૦૨૨ મહિનામાં ૧.૫૨ લાખ કરોડના આંકડા જાહેર થવાની પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી.
વૈશ્વિક મોરચે મહામંદીની પરિસ્થિતિ સર્જાતી અટકાવવા અમેરિકા સહિતના દેશોને યુએન દ્વારા વ્યાજ દરમાં વધારો અટકાવવાની અરજ કરવામાં આવતાં તીવ્ર વ્યાજ દર વધારો અટકવાની અપેક્ષા અને ફોરેન ફંડો ભારતીય બજારોમાં ફરી શેરોમાં ફરી નેટ ખરીદદાર બનીને આજે તોફાની તેજી કરતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના શેરોમાં વેચવાલી સામે મેટલ, કમોડિટીઝ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૧૧૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૯૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૬ લાખ કરોડ વધીને રૂ.૨૮૩.૦૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઈટી, ટેક, એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૭ અને વધનારની સંખ્યા ૧૯૬૭ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવાજન્ય દબાણ વચ્ચે પણ ઓકટોબર માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો હતો. ઘરઆંગણે માગમાં વૃદ્ધિને કારણે સેવા ક્ષેત્રનો એસએન્ડપી ગ્લોબલ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે સપ્ટેમ્બરમાં ૫૪.૩૦ હતો તે ગયા મહિને વધીને ૫૫.૧૦ રહ્યો હતો. સેવા ક્ષેત્રે પ્રવૃત્તિ વધતા કર્મચારીઓની ભરતી પણ છેલ્લા ત્રણ વર્ષમાં બીજી મોટી ભરતી રહી હતી. સેવા પૂરી પાડવા માટેના ચાર્જિસમાં વધારા છતાં ગયા મહિને સેવા પૂરી પાડતી કંપનીઓને ઓર્ડર મળવામાં કોઈ રુકાવટ આવી નહીં હોવાનું એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ ખાતેના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. નવા બિઝનેસનો સબ-ઈન્ડેકસ જે માગનું ચિત્ર દર્શાવે છે, તેમાં પણ વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર માસમાં આ ઈન્ડેકસ છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.
બજારની સ્થિતિમાં સુધારો થતાં વેચાણને ગતિ મળી છે. સેવા ક્ષેત્રે રોજગાર નિર્માણમાં વધારો થયો છે અને વેપાર અપેક્ષા પણ આઠ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી હતી. ઓગસ્ટને બાદ કરતા ઓકટોબરમાં કર્મચારીઓની ભરતીની માત્રા છેલ્લા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહી હતી. ગયા મહિને કામકાજ પાછળના ખર્ચમાં પણ વધારો થયો હતો. ફુગાવાનો દર પણ લાંબા ગાળાની સરેરાશ કરતા વધુ રહ્યો હતો જે ખર્ચના ઊંચા દબાણમાંથી સેવા ક્ષેત્રને રાહત મળી નહીં હોવાનું સૂચવે છે. ફયુલ, ખાધાખોરાકી તથા રિટેલ કિંમતોમાં વધારાને પરિણામે ગયા મહિને એકંદર ખર્ચમાં વધારો થયાનું અનેક કંપનીઓએ જણાવ્યું હોવાનું એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.