Home વ્યાપાર જગત - BUSINESS મેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ યથાવત્…!!!

મેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ યથાવત્…!!!

59
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૧૦.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૫૪૩.૯૬ સામે ૫૯૭૯૨.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૪૯૬.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૩.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૨.૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૭૫૬.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૮૮.૬૫ સામે ૧૭૮૧૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૦૮.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૦૩.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સંવત ૨૦૭૯ના મૂહુર્ત ટ્રેડીંગ સત્રમાં શેરોમાં સાર્વત્રિક તેજી બાદ આજે સપ્તાહના ચોથા દિવસે ફોરેન તેમજ લોકલ ફંડોની શેરોમાં ખરીદી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ અને એસબીઆઇની આગેવાનીએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક આર્થિક મંદીના હાઉ વચ્ચે ફયુલ માંગ મંદ પડવાની શકયતાએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા અને અમેરિકી શેરબજારમાં મજબૂતી સાથે ચીનમાં પ્રીમિયર તરીકે જિંગપિંગ ત્રીજી ટર્મ તરીકે નિમાતા શાંઘાઈ અને હેંગસેંગ આંક તૂટવા સામે યુરોપના શેરબજાર મજબૂત રહેતા આજે ભારતીય શેરબજારને વૈશ્વિક શેરબજારનો મજબૂત સપોર્ટ મળ્યો હતો.

જુન પછી અમેરિકામાં સૌથી મજબૂત સાપ્તાહિક ટ્રેન્ડ રહેતાં તેની પણ પોઝિટીવ અસર સ્થાનિક શેરબજારમાં જોવાઈ હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિને ઘટાડશે એવી આશાએ સુધારો જોવાયો હતો. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝનમાં અપેક્ષિત સારા પરિણામ સાથે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૮ લાખ કરોડ વધીને રૂ.૨૭૭.૦૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૬ અને વધનારની સંખ્યા ૧૮૩૨ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સંવત ૨૦૭૮માં ભારતીય શેરબજારના ઈન્ડેકસ ભલે ઘટયા હોય પરંતુ રોકાણકારોની સંપતિમાં રૂ.૧૧.૩૦ લાખ કરોડનો વધારો થયાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. શેરબજાર માટે સમાપ્ત થયેલા સંવત ૨૦૭૮ના વર્ષમાં સેન્સેકસ ૪૬૫ પોઈન્ટ ઘટી ૫૯૩૦૭.૧૫ જ્યારે નિફટી ૨૫૩ પોઈન્ટસ ઘટી ૧૭૫૭૬.૩૦ બંધ રહ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ એક વર્ષમાં રૂ.૧૧.૩૦ લાખ કરોડ વધી રૂ.૨૭૪.૪૦ લાખ કરોડ રહી છે. છેલ્લા સાત વર્ષમાં સંવત ૨૦૭૮નું વર્ષ ભારતીય શેરબજાર માટે નબળું પસાર થયાનું આંકડા જણાવે છે. સંવત ૨૦૭૭માં બીએસઇ સેન્સેકસમાં ૩૮% વધારો જોવાયો હતો. જો કે વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય શેરબજારોની કામગીરી સંવત ૨૦૭૮માં સારી રહ્યાનું જોવા મળે છે.

આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવાને સંબંધ છે ત્યાંસુધી સમાપ્ત થયેલા સંવત ૨૦૭૮માં દેશની ૪૦ કંપનીઓએ વિક્રમી અંદાજીત રૂ.૮૮૪૭૪ કરોડ ઊભા કર્યા છે. આ અગાઉ સંવત ૨૦૭૭માં ૪૭ કંપનીઓએ આઈપીઓ મારફત રૂ.૮૧૬૫૫ કરોડ ઊભા કર્યા હતા. સેકન્ડરી માર્કેટમાં ભારે વોલેટિલિટી છતાં વિતેલા વર્ષમાં બે મોટા આઈપીઓ એલઆઈસી તથા પેટીએમને કારણે એકંદર ભંડોળનો આંક ઊંચો જોવા મળ્યો છે. રિટેલ રોકાણકારોના રસ તથા વૈશ્વિક લિક્વિડિટીને કારણે કંપનીઓને નાણાં ઊભા કરવામાં સરળતા રહી હતી, પરંતુ હવે કેન્દ્રીય બેન્કો દ્વારા વ્યાજ દરમાં કરાઈ રહેલા વધારા તથા બજારમાંથી લિક્વિડિટીમાં ઘટાડાને જોતા સંવત ૨૦૭૯ દેશની આઈપીઓ માર્કેટ માટે પડકારરૂપ બની રહેવાની વકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસગીરાને લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષ સખત કેદની સજા
Next articleઓટો અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.