Home વ્યાપાર જગત - BUSINESS ઓટો અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!

ઓટો અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!

42
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૦.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૫૬.૮૪ સામે ૫૯૭૪૬.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૭૩૯.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૪.૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૩.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૯૫૯.૮૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૮૯.૨૦ સામે ૧૭૭૮૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૭૩.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૩.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૩૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુક્રેન – રશીયા વચ્ચે ફરી ટેન્શન વધતાં અમેરિકા સહિતના સાથી દેશોના આક્રમક વલણને પગલે આ યુદ્વ ન્યુક્લિયર વોરમાં પરિણમવાના ભયે વૈશ્વિક આર્થિક કટોકટીની પરિસ્થિતિ ઊભી થવાના ફફડાટ છતાં આજે ફંડોની નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝન રિઝલ્ટ અપેક્ષાથી સારા રજૂ થવા સાથે ફંડોએ આજે વૈશ્વિક બજારો પાછળ તેજી કરી હતી, જો કે વૈશ્વિક મંદી અને બજારોની પડતીની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી.

આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝનમાં અપેક્ષિત સારા પરિણામ સાથે ઓટો, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી સામે  મેટલ, કોમોડિટીઝ, આઈટી, બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, હેલ્થકેર અને ટેક શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ છતાં બીએસઇ સેન્સેક્સ ૨૦૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૪૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૧૭ લાખ કરોડ વધીને રૂ.૨૭૬.૮૮ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્રિક્શનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને યુટિલિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૬ અને વધનારની સંખ્યા ૧૪૫૬ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ફેડના ચોક્કસ પગલા, રશિયા- યુક્રેન યુદ્ધ જેવા વૈશ્વિક વિક્ષેપો સહિતના પરિબળો પાછળ ઓક્ટોબર ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨ની વચ્ચે રૂપિયાની મુવમેન્ટ દ્વિ-માર્ગી હતી પરંતુ સરેરાશ તેમાં ઘટાડો થયો હતો. વિક્રમ સંવત ૨૦૭૮માં ડોલર સામે રૂપિયો ૧૦% તૂટયો હતો. વિતેલા વર્ષમાં રૂપિયો ૮૩.૨૯ની ઓલટાઇમ લો સપાટીને સ્પર્શ્યો હતો જે છેલ્લે ૮૨.૬૮ રહ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર માસના મધ્યથી નવેમ્બર માસના મધ્ય સુધી રૂપિયામાં નજીવા વધારા સાથે વેપાર થયો હતો. ત્યાર પછીના મહિનાઓમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી, ડોલરની મજબૂતાઈ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થવાના કારણે રૂપિયો ૭ માર્ચ, ૨૦૨૨ના રોજ ૭૬.૯૨ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનેટરી પોલિસી રિપોર્ટ અનુસાર, મહામારીના બીજા તરંગમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી હતી. જો કે, માર્ચ ૨૦૨૨ના બીજા ભાગમાં તે થોડો નરમ પડયો હતો.

નાણાંકીય વર્ષ ૨૩માં એપ્રિલ – સપ્ટેમ્બર વચ્ચે તે ડોલર સામે ઘટાડા સાથે ટ્રેડ થયો હતો. આરબીઆઇએ ૬ જુલાઈના રોજ મૂડીપ્રવાહ વધારવા અને એકંદર આર્થિક નાણાંકીય સ્થિરતાને સુનિશ્ચિત કરવા શ્રેણીબદ્ધ પગલાની જાહેરાત કરી હતી. નાણાંકીય વર્ષ ૨૩માં મુખ્ય કરન્સીની બાસ્કેટ સામે ડોલર ૧૬.૧% વધ્યો હતો જો કે, ડોલર સામે રૂપિયો ૬.૮% તૂટયો છે જે વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાની તુલનામાં સારી કામગીરી દર્શાવે છે. ભારતીય ચલણનું પ્રમાણમાં આઉટ પર પરફોર્મન્સ મજબૂત આર્થિક ફન્ડામેન્ટલ્સ વગેરેને કારણે હતું. રોકાણમાં ઘટાડો હોવા છતાં ભારતનો ૫૨૮.૩૬ બિલિયન ડોલરનો વિદેશી વિનિમય અનામ ઘણું મજબૂત છે, જે બાહ્ય આંચકા સામે રક્ષણ આપે છે. ઓક્ટોબર માસમાં રૂપિયામાં નબળાઈ ચાલુ રહી છે અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના ઉપાડને કારણે તે ૮૨ને પાર કરી ગયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ યથાવત્…!!!
Next articleકોર્પોરેટ ઈન્ડિયાના બીજા ત્રિમાસિકના પરિણામોની એકંદર પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.