Home વ્યાપાર જગત - BUSINESS ડેરિવેટિવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે ફોરેન ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય...

ડેરિવેટિવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે ફોરેન ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!

57
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૯.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૬૫૯૮.૨૮ સામે ૫૬૯૯૭.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૩૧૪.૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૫૨.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૮.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૪૦૯.૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૮૫૮.૭૦ સામે ૧૬૯૮૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૭૮૬.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૬.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૮૧૭.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ અમેરિકામાં રિટેલ ફુગાવો અપેક્ષા કરતા વધુ આવ્યા બાદ એની નેગીટીવ અસરરૂપે અમેરિકન શેરબજારમાં બોલાઈ ગયેલા કડાકાની પાછળ ભારતના શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો હતો. ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના આજના અંતે આજે અસાધારણ  અફડાતફડી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ), એફઆઈઆઈઝની ભારતીય શેર બજારોમાં સતત જંગી વેચવાલી ચાલુ રહેતાં તેજીવાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમેરિકામાં ફુગાવાને  અંકુશમાં લેવાની  કવાયતમાં વ્યાજ દરમાં થઈ રહેલા તીવ્ર વધારા સાથે અમેરિકી ડોલર સામે  વૈશ્વિક દેશોના ચલણોના થઈ રહેલા ધોવાણથી અનેક દેશોના અર્થતંત્ર  સંકટમાં આવી ગયા હોઈ વૈશ્વિક આર્થિક કટોકટીના ફફડાટ ફેલાઈ ગયો છે.

કોરોનાની મહામારીના પ્રારંભિક દિવસોમાં રોજગાર તથા આરોગ્ય સંદર્ભની કટોકટીમાં કામ આવી શકે માટે ઉપભોગતાઓએ બચત કરી હતી. જો કે અર્થતંત્ર ફરી ખુલ્લુ મુકાયા બાદ, ઉપભોગતાઓએ  આવશ્યક ખર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું જેને કારણે તેમની બચત ઘટી ગઈ હતી. કોરોનાના કાળ લાંબો ચાલતા રોજગાર પર અસર પડવાને કારણે પણ બચત ઘટી ગઈ હતી. અગાઉની બાકી પડેલી માગ નીકળતા ખર્ચમાં વધારો જોવાયો હતો. પૂરતી આવકની ગેરહાજરી અને પૂરતા રોજગાર નિર્માણના અભાવ છતાં લોકો નાણાંનો ખર્ચ કરી રહ્યા છે, જે તેમની બચતમાં ઘટાડો કરાવશે તેવા સંકેત આપે છે. ઊંચો ફુગાવો ઘરેલું બચતમાં ઘટાડો થવાનું એક કારણ હોવાનું એક કન્સલટન્સી પેઢીએ અગાઉ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે પેટ્રોલ – ડીઝલના સતત ઊંચા ભાવને પરિણામે દેશમાં ફુગાવો રિઝર્વ બેન્કની ૬ ટકાની મહત્તમ મર્યાદા કરતા નોંધપાત્ર ઊંચો પ્રવર્તી રહ્યો છે. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કોમોડિટીઝ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગૂડ્સ, મેટલ, ઓઈલ & ગેસ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૩ અને વધનારની સંખ્યા ૧૮૦૬ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, પ્રાપ્ત છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે  ગયા નાણાં વર્ષના અંતે બેન્કોની લોન્સધારકોમાં ડીફોલ્ટરોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર  તથા દિલ્હી ટોચ પર છે જ્યારે ડીફોલ્ટરો પાસેથી બેન્કોએ કુલ રૂપિયા ૮.૫૮ લાખ કરોડ લેવાના બાકી નીકળતા હતા. ૩૧મી માર્ચ ૨૦૨૨ના અંતે રૂપિયા એક કરોડ કે તેથી વધુની રકમમાં ડીફોલ્ટ થયા હોય તેવા બોરોઅરોની સંખ્યા ૩૦૩૫૯ રહી હતી. વિવિધ બેન્કો દ્વારા  રિકવરી માટે આ ડીફોલ્ટરો વિરુદ્ધ  કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૩૧મી માર્ચ ૨૦૧૭ના અંતે ડીફોલ્ટ ખાતાની  સંખ્યા   દેશના ૩૨ રાજ્યોમાં ૧૭૨૩૬ હતી જેમની પાસેથી રૂપિયા ૨.૫૮ લાખ કરોડ જેટલી રકમ લેવાની નીકળતી હતી.આમ પાંચ વર્ષમાં રિકવરી કરવાની રહેતી રકમમાં ત્રણ ગણો વધારો થયો છે, એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં રૂપિયા એક કરોડ કે તેથી વધુના ડીફોલ્ટ ખાતાની સંખ્યા ૬૮૯૭ રહી હતી જેની પાસેથી કુલ રૂપિયા ૧.૩૨ લાખ કરોડ રિકવર કરવાના રહેતા હતા. ૨૦૧૭માં  રૂપિયા ૮૧૦૨૭  કરોડની રકમને આવરી લેતા ૪૭૨૬ કેસોમાંથી મહરાષ્ટ્રમાં  ૨૦૨૨ના અંતે ડીફોલ્ટની સંખ્યા વધી  ૭૯૫૪ રહી હતી જેમાં રૂપિયા ૩.૮૨ લાખ કરોડની રકમ સંડોવાયેલી હતી. ડીફોલ્ટરોની યાદીમાં મહારાષ્ટ્ર ટોચ પર રહ્યું હતું. ૨૦૨૨ના અંતે દિલ્હીમાં ડીફોલ્ટ ખાતાની સંખ્યા ૨૮૬૨ રહી હતી જેમાં રૂપિયા ૧.૧૪ લાખ કરોડની રકમ અટવાયેલી હતી. સરકાર દ્વારા ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી (આઈબીસી) જેવા સખત કાનૂનો છતાં ડીફોલ્ટરોની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક વધારા સામે પ્રશ્ન કરી યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના  સુત્રોએ  સ્થિતિ કયાં જઈ રહી છે, તે જાણવાની માગ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેડીયાપાડાનાં વાડવા ગામની આશ્રમ શાળામાં ભણતાં બાળકનો મૃતદેહ મળતાં પિતાએ કરી ફરિયાદ
Next articleસુરતમાં ઐશ્વર્યા મજમુદારે પોતાના સ્વરથી સુરતી ખેલૈયાઓને ઘેલા થઇ મન મૂકીને રમ્યા ગરબા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.